Nawanagar Time
ગુજરાત જામનગર

આગામી SSC અને HSC પરીક્ષાના માર્ગદર્શન અંગે કાઉન્સેલિંગ રચના કરાઈ

counseling-has-been-formed-for-the-guidance-of-the-next-ssc-and-hsc-examination

જામનગર:-જામનગર ખાતે આગામી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 7 માર્ચ 2019થી શરૂ થનાર એસ.એસ.સી અને એચ.એસ.સી તેમજ સંસ્કૃત પ્રથમ અને મધ્યમ પરીક્ષા શરૂ થાય છે. ઉપરોક્ત પરીક્ષાઓમાં પરીક્ષાર્થીઓને પુરતું માર્ગદર્શન મળી રહે તેમજ વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા  તે માટે તેમના પ્રશ્ર્નોના નિરાકરણ લાવી શકાય તે હેતુસર દરેક તાલુકા તેમજ શહેર કક્ષાએ કાઉન્સેલિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દરેક સેન્ટર ખાતે કાઉન્સેલર તરીકે આચાર્ય કે કર્મચારી હાજર રાખવામાં આવશે આ સેન્ટરો એ રૂબરૂ તેમજ ફોન પર સંપર્ક કરી શકાશે આ માટે સેન્ટર અને તેના મોબાઇલ નંબર  મુજબ છે.જામનગર-1 ખાતે ડી. એસ. ગોજીયા વિદ્યાલય મો.94264 53990, જામનગર-2 ખાતે નેશનલ હાઇસ્કુલ મો.88490 08300, જામનગર ગ્રામ્ય ખાતે શારદા મંદિર હાઈસ્કૂલ મો.94285 68037, ધ્રોલ ખાતે જી.એમ.પટેલ ક.વિ. મો.94269 79992,જોડીયા ખાતે શેઠ કે.ડી.વી સરકારી હાઈસ્કૂલ મો. 94277 64907, કાલાવડ ખાતે નાગાજાર હાઇસ્કુલ મો.99244 29594, લાલપુર ખાતે મ્યુનિસિપલ હાઇસ્કુલ મો.94269 55443,  ખાતે માધ્યમિક શાળા ગીંગણી મો. 94285 68991 સ્થળોએ કાઉન્સેલિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે આ સેન્ટરોનો  સંપર્ક કરી શકાશે એમ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગર દ્વારા એક યાદીમાં જણાવાયું હતું.

Related posts

જામનગર ‘બી’ ડિવિઝન પીઆઈની અમદાવાદ બદલી

Nawanagar Time

જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ ૭ર૦ મકાનોનું થશે નિર્માણ..

Nawanagar Time

પટેલ કોલોની શેરી 10ને ક્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો

Nawanagar Time

Leave a Comment