Nawanagar Time
જામનગર જામનગર શહેર શિક્ષણ

ધોરણ 9 અને 10માં આડેધડ કોર્સ રદ્ કરાતાં બૉર્ડમાં વિદ્યાર્થીઓ નાપાસ થવાનો ભય

જામનગર: હાલ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચાલી રહી છે ત્યારે 30% ઉપરાંતનો કોર્સ શાળાઓ સમયસર ન શરૂ થતાં કાઢી નાખવામાં આવ્યો છે. બીજી તરફ ધોરણ 9 અને 10માં અઘરા વિષય એવા ગણિત અને વિજ્ઞાનમાં આડેધડ કોર્સ રદ્ કરાયો હોવાની શિક્ષકોમાં જ ફરિયાદ ઉઠી છે અને આવી નીતિના કારણે વિદ્યાર્થીઓમાં નાપાસ થવાનો ભય પણ જોવાઈ રહ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધો.9-10માં જે 30% કોર્સ કાઢવામાં આવ્યો તેમાં ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી જેવા તમામ વિષયોમાં સમગ્ર પ્રકરણો જ કાઢી નાખવામાં આવ્યા છે જ્યારે ગણિત અને વિજ્ઞાન કે જેમાં સૌથી વધુ છાત્રો બોર્ડ પરીક્ષામાં નાપાસ થાય છે તેમાં પુરેપુરા પ્રકરણો રદ કરવાના બદલે તે પ્રકરણમાંથી માત્ર અમુક મુદ્દા, ઉદાહરણ કે દાખલા જ રદ કર્યા છે આને કારણે પ્રકરણો રદ હોવા છતાં પણ તે પ્રકરણો છાત્રોએ કરવા જ પડે તેવું થાય તો પછી આમા કોર્સ ઓછો કયાંથી થાય?

વળી ગણિત-વિજ્ઞાન જ અઘરા તથા બોર્ડ પરીક્ષામાં સૌથી નાપાસ થતા વિષયો છે તેમાં જ આમ કરીને કોરોના મહામારીમાં શાળાઓ ચાલુ નથી થઇ શકી ત્યારે અઘરૂ પેપર નીકળે ને છાત્રોને ના આવડતા નાપાસનું પ્રમાણ વધે તેવું આ આયોજન હોય આચાર્યો તથા શિક્ષકોમાં ભારે વિરોધની લાગણી ફેલાઇ છે. તમામ પ્રકરણો રદની માંગ ઉભી છે જે સંપૂર્ણ રદ કરવા જોઇએ તો જ 30% કોર્સ ઓછાનો સાર્થક થાય!

Related posts

ભૂજિયા કોઠા રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કરતાં સ્ટેન્ડીંગ ચેરમેન

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લામાં જાહેરનામાં ભંગની 19 ફરિયાદો

Nawanagar Time

નગરસીમ વિસ્તાર પુરમાં તબાહ: પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ

Nawanagar Time