Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના બેટરી ઉત્પાદકના બેંક ગેરેંટીના કેસમાં સ્ટે ઓર્ડર આપતી કોર્ટ

court-orders-stays-in-case-of-bank-guarantee-of-jamnagars-battery-makers-bank-guarantee

રૂપિયા પોણા કરોડની બેંક ગેરેંટી મામલે કાનૂની જંગમાં હૈદરાબાદની કંપનીને લપડાક

જામનગર:-આ કેસની હકિકત એવી છે  જામનગરમાં ગોલ્ડ સ્ટાર પાવર લીમીટેડ અને હૈદરાબાદ સ્થિત અમરા રાજા બેટરીઝ વચ્ચે ધંધાકિય સંબંધોને અનુલક્ષીને વોરંટી કરારની શરતો સમજૂતિઓનું પાલન કર્યા વિના ગોલ્ડ સ્ટાર પાવર લીમીટેડ દ્વારા બેંક ઓફ બરોડા મારફત પૂરી પાડવામાં આવેલ. રૂા.78,95,900 રૂપિયાની જુદી જુદી ચાર બેંકની ગેરેન્ટીઓની વસુલાત અંગે હૈદરાબાદની કંપની દ્વારા નોટિસ પાઠવાતા જામનગરની  સ્ટાર પાવર લીમીટેડ કંપની દ્વારા જુદી જુદી બેટરીઝનું ઉત્પાદન કરી સમગ્ર ભારતમાં તેનું વેંચાણ કરાય છે. હૈદરાબાદ સ્થિત અમરા રાજા બેટરીઝ લીમીટેડ કંપની સાથે વર્ષ 2015થી વ્યવસાયલક્ષી કાર્યો ચાલતા હતાં જેમાં જુદી જુદી ચાર બેંક ગેરેન્ટીઓ અમરારાજા બેટરીઝ દ્વારા વસુલી લેવા અંગેનો કેસમાં કોર્ટે સ્ટે. ઓર્ડર આપ્યો છે.

સ્થાનિક  તાકિદનો મનાઇ હુકમની સ્ટારગોલ્ડના માલિકે માંગણી કરી હતી આ કેસ ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના કોમર્શિયલ ડિવીઝન બેંચ સમક્ષ મુકાયો હતો. જેમાં અમરા રાજા બેટરીઝ દ્વારા શરણાગતિ સ્વીકારેલ અને સમગ્ર કેસ જામનગરમાં ચાલેલ આ કેસમાં વાદી ગોલ્ડસ્ટાર કંપનીના માલિક નવનિત પણસારા દ્વારા તમામ પત્ર વ્યવહાર, કરાર, બેંક ગેરેંટી રજૂ કરવામાં  જામનગરના ન્યાયાધીશ જી.એમ. આહિરની કોર્ટે કામ ચલાઉ મનાઇ હુકમ ફરમાવ્યો છે. કોમર્શિયલ કોર્ટ  દ્વારા 79,00,000 જેટલી રકમનો સ્ટે. ઓર્ડર અપાયો છે.

આ કેસમાં ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, રાજેશ કે. સવજાણી, જીતેશ એમ. મહેતા, મીરાબા ચાવડા, મમતા માવ તથા મિતલબેન ડી. નિર્મલ રોકાયા હતાં.

Related posts

કૉન્ટ્રાક્ટર રોડનું કામ અધૂરૂં છોડી ચાલ્યો જતાં લીમડાલેન વિસ્તાર નર્કાગાર

Nawanagar Time

મહાપાલિકાના બોગસ ભરતીકાંડ દબાવી દેતાં કુંભારાણા

Nawanagar Time

હાલારમાં નથી મેઘકૃપા, મેઘાડંબર વચ્ચે પણ છૂટા-છવાયા છાંટા

Nawanagar Time

Leave a Comment