Nawanagar Time
ગુજરાત જામનગર

તાજિયા ગેંગના ચાર સાગ્રીતોના જામીન ફગાવતી કોર્ટ

court-rejects-the-bail-of-the-four-sects-of-tajia-gang

પટેલ વેપારી ઉપર હુમલો કરવાના કેસમાં નામદાર અદાલતનો કડક નિર્ણય

જામનગર:-જામનગર શહેરમાં પટેલ વેપારી ઉપર સરાજાહેર હુમલો કરવાના કેસમાં તાજિયા ગેંગના ચાર સાગ્રીતોએ જામીન પર છૂટવા કરેલી અરજીની સુનાવણી કરી નામદાર અદાલતે ચારે’ય ખૂંખાર ઈસમોની જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના જય ભગવાન એપાર્ટમેન્ટમાં રહેતાં ધર્મેશભાઈ મુળજીભાઈ પટેલ  વેપારી પર ગત્ તા.ર8,9-ર018 ના રોજ વહેેલી સવારે તાજિયા ગેંગના ચાર શખસોએ જીવલેણ હુમલો કરી, ધોકા-તલવાર-પાઈપ-છરી જેવા ઘાતક હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને આ મામલે ખૂનની કોશિષ અંગેનો ગુનો નોંધાયો હતો.

દરમિયાન આ ચકચારી કેસમાં જામનગર એલસીબી પોલીસે તાજિયા ગેંગના કૂખ્યાત  ફેઝલ ઉર્ફે બાબુ ચકી યુનૂસભાઈ પીંજારા,  નાકા બહાર, આરબ જમાત ખાના પાસે, જામનગર, શબ્બીર ઉર્ફે વસૂલી સલીમભાઈ આરબ, રે. નવાગામ ઘેડ, જામનગર, ઈમ્તિયાઝ ઉર્ફે છોટુ સોયલ અન્સારી, રે. તારમામદ સોસાયટી, અમન ચમન સોસાયટી, શેરી નં.ર, જામનગર તથા ઝાફર કાસમભાઈ વારિયા, રે.મોરકંડા રોડ, ગરીબ નવાઝ પાર્ક, જામનગરવાળાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી બાદમાં આરોપીઓને  હવાલે કર્યા હતાં.

વધુમાં તાજિયા ગેંગના આ કૂખ્યાત આરોપીઓએ જામીન પર છૂટવા અરજી કરતાં જામનગરની નામદાર અદાલતે ચારે’ય ખૂંખાર આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પટેલ વેપારી પર હુમલો કરવાના કેસમાં કુલ 10 શખસો સામે ગુનો નોંધાયો હતો જે પૈકી આ ચાર  આરોપીઓ પકડાયા છે અને હજુ પણ છ શખસો નાસતા ફરતાં હોય, નામદાર અદાલતના આ કડક વલણથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

ખંભાળિયા પાલિકા અને પાણી પુરવઠા બોર્ડના ગજગ્રાહમાં જનતાનો મરો

Nawanagar Time

ટ્રક પ્રકરણમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા : 13 ટ્રક કબ્જે

Nawanagar Time

હવે ‘બાપા બચાવો’ અભિયાન શરૂ કરવાની તાતી જરૂર !

Nawanagar Time

Leave a Comment