Nawanagar Time
ગુજરાત

લીમડાલાઇનમાં પેટમાં વાછરડું મરી જતાં ગાય બચાવાઇ

cows-saved-when-the-calf-dies-in-the-stomach

ધવલભાઇ રાવલ ગૃપનું ઉત્કૃષ્ઠ કાર્ય : ગાયને સારવાર આપી નવજીવન બક્ષ્યું

ખંભાળિયા:-મૂળ ખંભાળિયાના વતની ધવલભાઇ રાવલ જામનગરમાં જીવદયાની પ્રવૃતિ ખુબ જ સારી રીતે કરે છે. બે દિવસ પહેલા અહીંના લીમડાલાઇન વિસ્તારમાં એક ગાયના પેટમાં અધુરા માસનું વાછરડું મરી જતાં પેટમાં અસહ્ય પીડા થતાં ગાય ચીસો  હતી.

આ અંગેની જાણ ધવલભાઇ રાવલને થતાં તેઓએ તેમના સહયોગી મયૂરભાઇ, સંજયભાઇ, વિપુલભાઇ ભટ્ટ તથા ચિંતન રાવલને સાથે રાખીને તપાસ કરીને ગાયના પેટમાં રહેલું. સડી ગયેલું વાછરડું તેના પેટમાં જ ટુકડા થઇ ગયા હતાં તેને બહાર કાઢીને ગાયને બચાવી હતી તથા ગાયને બાટલા ચડાવીને ફરી વ્યવસ્થિત થાય તે માટે  પણ કર્યા હતાં.

જામનગર કે ખંભાળિયા કયાંય પણ કોઇપણ જીવ પીડાતું હોય કે તેને હડફેટે લીધું હોય કે અકસ્માત થયો હોય તો ધવલભાઇ ટીમ તુરંત દોડી જાય છે અને જરૂર પડયે મુંગા પશુને રાજકોટ-અમદાવાદ સુધી સ્વખર્ચે પહોંચાડીને પણ મુંગા પશુઓનો જીવ બચાવાય છે.

cows-saved-when-the-calf-dies-in-the-stomach
cows-saved-when-the-calf-dies-in-the-stomach

જામનગર કે ખંભાળિયા નજીકના સ્થળે મુંગુ  તકલીફમાં હોય તો ધવલ રાવલને મો.98799 99567 પર ફોન કરી હેલ્પ લેવા જણાવાયું છે.

Related posts

વિજરખીમાં હોસ્પિટલ માટે લાખોની જમીન દાનમાં આપતાં રતનબેન

Nawanagar Time

આચારસંહિતાને પગલે રોકડ વ્યવહાર બંધ: 40 ટકા આંગડિયાના શટર ડાઉન

Nawanagar Time

ઘુમલી પૂજારી હત્યા કેસમાં ર00 લોકોની પૂછપરછ

Nawanagar Time

Leave a Comment