Nawanagar Time
સ્વાદ પકવાન

આજના ભોજન માં ઘરે બનાવો આ સ્વાદીષ્ટ કેળાની કોફ્તા કરી

create-a-home-in-todays-food-the-taste-of-banana-kofta

કેળાની કોફ્તા કરી માટેની સામગ્રી

  • કાચા કેળા – 500 ગ્રામ
  • ચણાનો લોટ – 2 ચમચા
  • સમારેલાં મરચાં – 2-3 નંગ
  • આદુંનું છીણ – પોણી ચમચી
  • સમારેલી કોથમીર – 1 ચમચો
  • પનીર – 100 ગ્રામ (ઐચ્છિક)
  • મીઠું – સ્વાદ મુજબ,
  • તેલ – તળવા માટે

ગ્રેવી માટે

  • ટમેટાં – 250 ગ્રામ
  • લીલાં મરચાં – 2-3 નંગ
  • આદું – નાનો ટુકડો
  • પલાળેલા કાજુ – 25-30 નંગ
  • મલાઇ કે ક્રીમ – 2 ચમચા
  • તેલ – 2 ચમચા
  • હિંગ – ચપટી
  • જીરું – અડધી ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ધાણા પાઉડર – 1 ચમચી
  • મરચું – પા ચમચી
  • ગરમ મસાલો – પા ચમચી
  • કોથમીર – 1 ચમચો

બનાવવાની રીત:

કેળાને બંને બાજુએથી ડાંડલી કાપીને ધોઇ લો. તે પછી તેને કૂકરમાં એક ગ્લાસ પાણી રેડી એક સીટી થાય ત્યાં સુધી બાફો. તે પછી તે ઠંડું થાય એટલે પાણી નિતારી લઇ કેળાંને ઠંડા થાય એટલે છોલી લો. ત્યાર બાદ કેળાંને સારી રીતે છૂંદો કરી તેમાં ચણાનો લોટ, મરચાં, આદું, કોથમીર, પનીર અને મીઠું નાખી મિક્સ કરો. હવે કડાઇમાં તેલ ગરમ કરો.

તેમાં આ મિશ્રણમાંથી કોફ્તા વાળી બ્રાઉન રંગના તળી લો. ગ્રેવી બનાવવા માટે ટમેટાં, મરચાં અને આદુંને બારીક ક્રશ કરી આ પેસ્ટને બાઉલમાં કાઢો. કાજુને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો. તેમાં મલાઇ ભેળવી એક વાર ગ્રાઇન્ડ કરી લો. હવે કડાઇમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું નાખો અને જીરું બ્રાઉન રંગનું થાય એટલે ધાણા પાઉડર નાખી હલાવો.

તે પછી ટમેટાંની પેસ્ટ નાખી મિક્સ કરો. મસાલો એકદમ શોષાઇ જવા આવે એટલે તેમાં કાજુ, મલાઇની પેસ્ટ અને મરચું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. તે પછી એક ગ્લાસ પાણી રેડી એક ઊભરો આવવા દો. મીઠું અને ગરમ મસાલો મિક્સ કરો. હવે ગ્રેવીમાં કોફ્તા નાખી આંચ બંધ કરી ઢાંકી દો. પાંચ મિનિટમાં કોફ્તા નરમ થઇ જાય એટલે સર્વ કરો.

Related posts

ઠોસા કઈક નવીન બનાવવું છે?તો ટ્રાય કરો આ ચીઝ સ્પ્રિંગ ઢોંસા

Nawanagar Time

હવે ઘરે જ બનાવો સારા,શુદ્ધ અને સ્વાદિષ્ટ વેજપફ.

Nawanagar Time

હવે રીંગણા નહિ પરંતુ આ કારેલાનો ઓળો ખાઈ મજા પડી જશે

Nawanagar Time

Leave a Comment