Nawanagar Time
ગુજરાત જામનગર

ઘરગથ્થુ સેનેટરી પેડ બનાવી પર્યાવરણને નુકશાન થતું અટકાવીએ

creating-a-household-sanitary-pad-prevents-environmental-damage

જામનગરમાં રોટરી કલબ આપે છે ઘરગથ્થુ સેનેટરી પેડ બનાવવાની તાલીમ: બજારમાં મળતાં સેનેટરી નેપકીન શરીર માટે હાનિકારક

જામનગરમાં છેલ્લા ર4 વર્ષથી ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલમાં ફરજ બજાવતા તેમજ રોટરી કલબ ઑફ જામનગર સાથે જોડાયેલા ડૉ.નયનાબેન પટેલે વર્ષ ર018 માં રેડ વૉલ્યુશન નામનો રોટરી કલબ ઑફ જામનગર દ્વારા પ્રોજેકેટ લૉન્ચ કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત સ્ત્રીઓને માસિક ધર્મને લગતી ફરિયાદો તેમજ નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની જે બાબતો સમાજમાં સામે આવી છે એના માટે ઈકોફ્રેન્કિલ સેનેટરી પેડ્સનું મહિલાઓને માર્ગદર્શન આપે છે તેમજ અહીં તેમના દ્વારા ઘરગથ્થુ રીતે કાપડમાંથી સેનેટરી પેડ કેવી રીતે બનાવવા? તે પણ શિખવે છે. જેની આ પ્રોજેકટ તેમજ તેઓની પોતાની પ્રોજેકટ અંતર્ગત કરવાની કામગીરી વગેરેની તલસ્પર્શી વિગતો સાથેની એક ખાસ મુલાકાતમાં તેઓએ આપી હતી. જામનગરમાં છેલ્લા ર4 વર્ષથી ડેન્ટલ વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવતા તેમજ વર્ષ ર018 માં રોટરી કલબ ઑફ જામનગરમાં પ્રેસિડેન્ટ બનેલા ડૉ.નયનાબેન પટેલ જણાવે છે કે, રેડ રિવૉલ્યુશન એ પ્રોજેકટ રોટરી કલબમાં ડિસ્ટ્રીકટ 3060 માં આવતાં તમામ જિલ્લા મથકોમાં હાલ ચાલી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આ પ્રોજેકટ હાલ કાર્યરત્ છે. જામનગર ખાતે આ પ્રોજેકટ મારા નેજા હેઠળ ચાલી રહ્યો છે.

આ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં કેમ્પ યોજી મહિલાઓને બહાર મળતાં પ્લાસ્ટિક અને કેમિકલયુકત સેનેટરી પેડનો ઉપયોગ સ્ત્રીઓએ ન કરવો જોઈએ તેમજ કોટનના કાપડની બનાવટથી બનેલા સેનેટરી નેપ્કિનનો ઉપયોગ સ્ત્રીઓએ કરવો જોઈએ. બજારોમાં ઉપલબ્ધ સેનેટરી નેપ્કિનમાં કાર્સિનોજેનિક નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્ય લાંબા સમય બાદ સ્ત્રીઓને ચામડીની એલર્જી અને અનેક પ્રકારની ચામડીની તકલીફો ઉભી કરે છે તેમજ તેમાં ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. કાર્સિનોજેનિક નામનું જે દ્રવ્ય છે એ લાંબો સમય સ્કિન સાથે એટેચ રહેવાથી ગર્ભાશાનું કેન્સર પણ સ્ત્રીઓમાં થાય છે. રેડ વૉલ્યુશન નામના પ્રોજેકટ અંતર્ગત સમાજમાં ફેલાયેલી માસિક ધર્મની ગેરમાન્યતાઓ પણ દૂર કરવા અમો લોકોને સમજાવીએ છીએ. જેવી રીતે આપણી શારીરિક ક્રિયાઓ જોડાયેલી છે આપણી દીનચર્યામાં આપણી માનવીય શારીરિક ક્રિયાઓ હોય છે. તેવી જ રીતે સ્ત્રીઓને રપ કે 30 દિવસે આવતો માસિક ધર્મ એ પણ એક પ્રકારની તેઓની બૉડીનું સાયકલિંગ છે. આથી સમાજમાં અંધશ્રદ્ધા, ગેરસમજ અને માનવિય વિચારો માં બદલાવ લાવવા અમે પ્રયત્નો હાથ ધર્યા છે. જ્યારે સ્ત્રીઓ માસિક ધર્મમાં આવે છે. ત્યારે તેને ધર્મ સાથે વણી લેવામાં આવ્યું છે, પરંતુ એવી કોઈ બાબતો ખરેખર હોતી નથી. સમાજમાંથી આ તમામ ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અમો કેમ્પનું આયોજન હાથ ધરીએ છીએ. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અમે જુદી-જુદી જગ્યાઓ ઉપર કેમ્પ યોજી આ પ્રકારની માહિતીઓ અમો લોકોને આપીએ છીએ. ઉપરાંત સ્ત્રીઓને કોટનના કાપડમાંથી સેનટેરી પેડ બનાવવાની માહિતી પણ આપીએ છીએ. જેમાં આર-3 એટલે કે, રિડ્યુઝ ધ વૅસ્ટ, રિસાયકલેબલ અને રિયુઝ આર-3 નો મુખ્ય ઉદેશ વેસ્ટમાંથી બેસ્ટ સેનેટરી નેપ્કિન બનાવવાનો રહ્યો છે તેમજ આ નેપ્કિન પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કરતું નથી અને તેને ફરી વખત ઉપયોગમાં લઈ શકાય છે. આ નેપ્કિનને સ્ત્રીઓ પોતાની જાતે બનાવી શકે છે. ગૃહ ઉદ્યોગની મહિલાઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ આ નેપ્કિન બનાવી અને તેનું વેંચાણ પણ કરવામાં આવે તો મહિલાઓ સ્વનિર્ભર બની શકે છે. નાના પાયા પર શરૂ કરેલા નેપ્કિનનો આ વ્યવસાય કોઈ ગૃહઉદ્યોગ કે જરૂરિયાતમંદ મહિલાઓ શરૂ કરે તો ચોક્કસ તેને સારા પરિણામો મળી શકે છે. અત્યારસુધી આપણે બજારોમાં ઉપલબ્ધ પ્લાસ્ટિકના ઉપયોગવાળા અને કેમિકલયુકત સેનેટરી પેડ યુઝ કરતાં હતાં પરંતુ કોટનની ઘરગથ્થુ બનાવટ અને કોઈપણ પ્રકારનું કેમિકલ ના હોય તે મહિલાઓને સંપૂર્ણપણે સુરક્ષિત અને સેનેટરી નેપ્કિન મળી શકે છે.

Related posts

શહેરોમાં ‘ટ્રાફિક’ અને ગામડામાં ‘પાણી’ સૌથી મોટો મુદ્દો

Nawanagar Time

કાલે રાજ્યમંત્રી હકુભાનો લોકદરબાર

Nawanagar Time

લોકસભાની 16 બેઠક જીતવાનું કોંગ્રેસનું સ્વપ્ન ચકનાચૂર

Nawanagar Time

Leave a Comment