Nawanagar Time
નેશનલ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ‘બગાવત’

નવીદિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડને લઈને વિવાદ ઉભો થયો છે. ફરી એકવાર ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકર અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટ્વિટર ઉપર સામ-સામે આવી ગયાં છે, આ બંને ખેલાડીના 3 ટ્વિટ વાયરલ થયા છે.

ઈડન પાર્કમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ મેજબાન ન્યૂઝીલેન્ડને એકતરફી અંદાજમાં હાર આપી. ભારતે આ મેચ 15 બોલ પહેલાં 7 વિકેટે જીતી લીધી. ટીમની જીતનો હીરો કેએલ રાહુલ માનવામાં આવ્યો, જેણે અણનમ 57 રનની ઇનિંગ રમી.

જોકે કેએલ રાહુલને મેન ઑફ ધ મેચ આપવા પૂર્વ ક્રિકેટર અજય જાડેજા અને વીરેન્દ્ર સેહવાગે સવાલ ઊભા કર્યા. આ બંને દિગ્ગજો મુજબ ભારતની જીતની સ્ક્રિપ્ટ બોલરોએ લખી હતી એવામાં કોઈ બોલરને મેચના હીરો તરીકે પસંદ કરવાની જરૂર હતી. પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, મેન ઑફ ધ મેચનો હકદાર રવિન્દ્ર જાડેજા હતો. જ્યારે વિરોધી ટીમ 132 રન જ કરી શકી હતી તો બોલરને મેન ઑફ ધ મેચ મળવું જોઈએ.

મેચ તો તેમણે જ જીતાડી. પણ કેએલ રાહુલ નોટ આઉટ રહ્યો તેથી કદાચ કેએલ રાહુલના પક્ષમાં નિર્ણય લેવાયો છે. પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ અજય જાડેજાની તરફેણ કરી હતી. સેહવાગે કહ્યું હતું કે, હું જાડેજાના મતથી સહમત છું કે બોલરે મેન ઑફ ધ મેચ મળવું જોઈતું હતું. કોઈ ટીમને 130 કે 140 પર રોકવામાં આવે તો બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની ઝ-20માં રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના નાના મેદાન પર જાડેજાની ઇકોનોમી રેટ માત્ર 4.50 રહી.

Related posts

સોનમ ઉપર કેમ આભ તૂટી પડ્યું!!!

Nawanagar Time

રૂા.30 હજારમાં અલ્ટો, રૂા.ર લાખમાં સ્કોર્પિયો!

Nawanagar Time

લૉકડાઉન વધશે કે નહીં? કાલે ફેંસલો

Nawanagar Time