Nawanagar Time
ગુજરાત જામનગર

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં જોડાયા

cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp

વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાઈ: રિવાબા: રવિન્દ્ર જાડેજા અને રિવાબા નવેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા

જામનગર:-શહેરમાં વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં જોડાતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાનથી પ્રભાવિત થઇને પોતે ભાજપમાં જોડાયા હોવાનું રિવાબાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું.

જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે રવિવારે સાંજે મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. શહેર ભાજપના હોદ્દેદારોએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ તકે રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપ સુધીની યાત્રાની વૈચારિક પધ્ધતિથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. કોઇ રાજકીય અપેક્ષા ન હોવાનું કહીને માત્ર કાર્યકર તરીકે જોડાઇ રહ્યા હોવાનું કહ્યું હતું.

cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp

થોડા સમય પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે વડાપ્રાધાનની મુલાકાતે ગયા હતાં, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટકોર સ્વરૂપે સૂચન કરતા કહ્યું હતું કે, રાજકારણમાં સારા માણસોની જરૂર છે એટલે વિચારો, બસ આ જ ટકોરથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા મળી તેમ રિવાબાએ કહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા તાજેતરમાં જ નેશનલ હ્યુમન પાર્ટીમાં જોડાયા છે. હવે રવિન્દ્રના પત્ની રિવાબા ભાજપમાં જોડાયા છે. તેમને પોતાના પરિવારમાં કોઇ મનદુ:ખ ન હોવાનું તેમજ બધા પોતપોતાની પસંદગી પ્રમાણે વર્તે છે તેમ જણાવ્યું હતું. રિવાબા કરણી સેનામાં જોડાયા, હવે મોદીને મળ્યા, લોકસભામાં જામનગર બેઠક પર સરપ્રાઇઝ આવે તો નવાઇ નહીં.

cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp
cricketer-ravindra-jadejas-wife-rivba-joins-the-bjp

Related posts

ખીમલિયા સીમમાં આડાસંબંધ મામલે શ્રમિકની હત્યા કરાયાનો ધડાકો

Nawanagar Time

પાણીની બુંદ માટે ટળવળતી રસુલનગરની પ્રજા

Nawanagar Time

આહિર ઉમેદવાર નહીં તો સંસદમાં ભાજપનો ચહેરો કોણ??

Nawanagar Time

Leave a Comment