Nawanagar Time
ગુજરાત જામનગર

કનસલટન્ટ પાપે મહાપાલિકાને રૂપિયા ર કરોડનો ડામ

jamnagar-municipal-corporation-has-sealed-the-properties-of-non-taxable-assamese-property

ખાનગી પ્લોટમાં ટાવર ખડકી દેવાયા બાદ બજાર કિંમત વાળો પ્લોટ અસરકર્તાને આપવા ઠરાવ કરાયો

જામનગર:-જામનગર મહાનગર પાલિકાની સ્ટે.કમીટી દ્વારા રણજીતસાગર ખાતેના ઢોરના ડબ્બા માટે વધારાના 20 લાખ રૂપિયાના ખર્ચને, મહાનગરપાલિકા અને આવાસ યોજનાના જવાબદાર અધિકારીઓની ભુલના પાપે એક પરીવારને હાઇવે ટચ 20 હજાર ફુટ જગ્યા આપવાની અગાઉ રોકી રખાયેલી દરખાસ્તને બહાલ કરી વાંધે પડેલી એલઇડી લાઇટ સપ્લાયની કંપનીનો એક માસ પછી મળવા ઠરાવો કરવામાં આવ્યા હતાં.

મ્યુ.કોર્પો.ની સોલીડ વેસ્ટ શાખા હસ્તકના રણજીતસાગર ખાતેના ઢોરના ડબ્બા ખાતે રૂા.30 લાખની મર્યાદામાં ગત એપ્રીલ માસમાં ઘાસ સપ્લાય કરવાનું કામ જે તે પાર્ટીને અપાયા બાદ ઘાસ સપ્લાય કરવા માટે વધારાના 20 લાખના ખર્ચને પણ આજે કરવા માટે વધારાના 20 લાખના ખર્ચને પણ આજે બહાલી આપવામાં આવી હતી મહાનગરપાલિકા ભલે ગમે તેટલા નાણા ખર્ચે પરંતુ દર વર્ષે પકડાયેલા આખલાઓની મોતની સંખ્યા 400 જેટલી તો સરેરાશ નોંધાઇ છે આ ઉપરાંત મહાનગરપાલિકાએ લાલપુર બાયપાસ નજીક ઇવા પાર્કમાં શરૂ કરેલી આવાસ યોજનામાં સરકારી પ્લોટના પડોશી એવા લીલાવંતીબેન કંડોરીયા નામના મહિલાની જમીન પર સાત માળનો ટાવર ખટકાય ગયા બાદ મહાનગરપાલિકા સામે કાનુની જંગ આદરવાની અથવા યોગ્ય વળતર આપી ન્યાય કરવાની રજુઆત સામે આવતાં મહાનગરપાલિકાએ લાલપુર બાયપાસથી આગળ રણજીતસાગરનો બેઠો કોઝવે વટાવીને આગળ જતી હાઇવે ટચ જમીનમાંથી 20 હજાર ફુટનો ટુકડો મહિલાને આપવા બાબતે સ્ટે. કમીટીને ભલામણ સાથે આ ઠરાવને જનલર બોર્ડમાં મોકલ્યો છે ક્ધસ્લટન્ટની દેખરેખ હેઠળ ચાલેલા આ કામમાં ભુલ ક્ધસલ્ટન્ટની કે મહાનગરપાલિકાની કે સહીયારી ગણવી તે મોટો સવાલ છે પરંતુ હાલ જામનગરની પ્રજાના અંદાજે રૂા. ર કરોડની બજાર કિંમતનો પ્લોટ અસરકર્તાને આપવો પડે તેવી સ્થિતી છે.

Related posts

ઓવર બ્રિજ પર ઇકો કાર ભડભડ સળગી…

Nawanagar Time

રણજીતસાગર ડેમના પટ્ટમાંથી મળ્યા પ્રાચીન શિવાલયના અવશેષ

Nawanagar Time

પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલી રોકવા જિલ્લા પંચાયત પ્રમુખ મેદાને

Nawanagar Time

Leave a Comment