Nawanagar Time
જામનગર ધાર્મિક

જગત મંદિરનો એક જ ગેઈટ ખૂલ્લો રખાતા ભીડ: હોબાળો થતાં અન્ય દ્વાર ખોલાયા

જામનગર: દ્વારકાના જગતમંદિરે પોષી પૂનમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા તંત્રના ઢ વહીવટ અને અણઆવડતના પાપે અવ્યવસ્થા સર્જાઈ હતી. દ્વારકાધીશ મંદિરના મેઈન ગેટ પર પ્રવેશ માટે ત્રણ દરવાજા હોય જેમાં એક દરવાજો વિવાદના અભાવે બંધ હોય ઉપરાંત બીજો સમારકામના નામે બંધ કરી દેતા માત્ર એક જ દરવાજો ખુલો હોવાથી ભીડના દ્રશ્યો સર્જાયા હતા અને તંત્રના પાપે સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું છેદ ઉડતો જોવા મળ્યો હતો, બાદમાં અવ્યવસ્થા સર્જાતા બાકીના દ્વાર ખોલવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ચારધામ પૈકીનું એક યાત્રાધામ દ્વારકા વહિવટી તંત્રની અણ આવડત તથા સરકારી તંત્રોના સંકલનના અભાવથી સ્થિતિ એવી જાય છે કે યાત્રાળુઓએ પરેશાની જ ભોગવવાથી મુખ્ય દ્વારકાધીશ મંદિરના ગેઇટ પર પ્રવેશ માટે ત્રણ દરવાજા છે પણ એક મેઈન દરવાજો વિવાદ હોય તથા મેઇન બજારમાં પડતો હોય બંધ જ કરી દેવામાં આવેલો છે જ્યારે બીજો અને ત્રીજો દરવાજો ચાલુ હતા તેમાં પણ બે દિવસથી બે નંબરનો દરવાજો સમારકામના સંદર્ભમાં બંધ હોય બે દિવસથી ભારે ભીડ ત્રણમાંથી એક જ ગેઇટ ખુલ્લો હોય થઇ હતી જેમાં પૂનમનો દિવસ હોય ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા તથા કતારો થતાં સોશ્યલ ડિસ્ટંસની સ્થિતિ બગડી ગઇ હતી. ગેઈટ પર ભક્તોના ટોળા ઉમટી પડતા તંત્રએ તાબડતોબ અન્ય દરવાજા ખોલી ટ્રાફિક હળવો કર્યો હતો.

મંદિરના ડીવાયએસપી સમીર શારડા આજે સવારે પાંચ વાગ્યે જ મંદિર વિસ્તારમાં બંદોબસ્ત માટે પહોંચી ગયા હતા તથા પોષી પૂનમ હોય ગોમતીમાં ન્હાવા માટે હજારો ભાવિકો ઉમટી પડતા તેમની સલમતી માટે વ્યવસ્થા ગોઠવી હતી તથા ગલીઓમાંથી તસ્કરો માલ સામાન ન ચોરે તે માટે ગલીઓ બ્લોક કરી દીધી હતી તથા પડ સીડી વધુ ટ્રાફીક હોય ત્યાં ખાસ વ્યવસ્થા ગોઠવી છે. હાલ જે સામાનઘર અંદર ખુલે છે તે બહારથી ખુલે તથા લોકોની ભીડ ના થાય તે માટે બે નંબરના દરવાજાથી એવી એક નંબરમાંથી એકિત્રીટ થાય તેવી વ્યવસ્થા કરવા માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયાનું ડીવાયએસપી શારડાએ જણાવ્યુ હતું.

દ્વારકાધીશના મંદિરે સારી રીતે દર્શન થઇ શકે તથા ભાવિકોની ખોટી ભીડ ના થાય તથા ટ્રાફિક ખોટો ના થાય તે માટે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા દ્વારકા પ્રાંત નિહાર ભેટારિયાએ પણ પ્રયત્નો હાથ ધર્યા છે!

કરૂણતા: ગોમતી ઘાટે કપડા બદલવાની વ્યવસ્થા નથી: સ્ત્રીઓના ગોળ કુંડાળામાં કપડા બદલતી મહિલાઓ
જામનગર: જગત મંદિર તથા ચાર ધામ ભારતના પૈકીનું એક એવું દ્વારકાનું મંદિર અને પોશિપુનમના દિને હજારો ભાવિકો ગોમતી સ્નાનમાં ઉમટયા હતા ત્યારે ઘાટ પરના દ્રશ્યો જોઈને કરોડો ખર્ચીને વિકાસ કાર્યો કરતા તંત્ર સામે પ્રશ્ર્નાર્થ ઉભો થઈ જાય.

ગઈકાલે સવારે પાંચથી છ હજાર ભાવિકો પોષી પૂનમમાં સ્નાન કરવા આવ્યા પણ સ્ત્રીઓ સ્નાન કરીને કપડા કયાં બદલે? કોઈ વ્યવસ્થા જ ઘાટ પર નથી. વૃદ્ધ અને ગામડાની સ્ત્રીઓ જાહેરમાં કપડા બદલતી હોય અને યુવાન શહેરી સ્ત્રીઓ આઠ દસ સ્ત્રીઓ કુંડાળું કરે અને પોતે વચમાં જઈ કપડા બદલે. અગાઉ એચડીએફસી બેંક દ્વારા ઓરડીઓ લાકડાની બનાવાઈ હતી પણ તે તૂટી જતા દીવાલ પાસે મહિલાઓ કુંડાળું કરીને કપડા બદલે છે. કરોડોની વાર્ષિક આવક વાળા તંત્ર પાસે સ્ત્રીઓની આબરૂ ઉઘાડી થાય તેવા દ્રશ્યો પણ જોઈ નહીં શકાતા હોય. દાતાઓ પણ આ માટે તત્પર હોય પણ જો તંત્ર સંકલન કરે તો? તહેવારોમાં હજારો લોકો નાહવા આવતા હોય મહિલાઓને ભારે ક્ષોભપૂર્વક સ્થિતીમાં મુકાવું પડે છે તંત્ર ઉંઘમાંથી જાગશે?

Related posts

ડીડીઓની ઉપરવટ જઈને વર્ક આસિસ્ટન્ટની રજા મંજૂર કરતાં વિવાદ

Nawanagar Time

જામનગર કલેકટરનો પ્રજાજોગ સંદેશ

Nawanagar Time

ધોરણ 9 અને 10માં આડેધડ કોર્સ રદ્ કરાતાં બૉર્ડમાં વિદ્યાર્થીઓ નાપાસ થવાનો ભય

Nawanagar Time