Nawanagar Time
ગુજરાત જામનગર

ખંભાળિયાના પેટાળમાં ક્રુડ ઓઇલનો ખજાનો: ઘી નદીમાં શારકામ

crude-oil-treasure-in-khambhaliya-suburbs-drilling-of-ghee-river

ઘી નદીમાં 1 હજાર ફુટના 44 બોર કરાયા: જુનાગઢ સુધી ક્રુડ સંશોધન માટે એજન્સી દ્વારા કામગીરી શરૂ: લોકોમાં કુતૂહલ

જામનગર:-ખંભાળિયા તાલુકામાં આવેલી ઘી નદીમાં 800થી 1000 ફુટના 44 બોર ખોદી નખાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખોદી નખાયેલા બોરમાં ડીવાઇસ ઉતારી ચેકીંગ કરવામાં આવતું હોવાનું બહાર આવતાં આશ્ર્વર્ય સર્જાયુ છે. આ મામલે ગ્રામજનોએ સ્થળ પર તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એજન્સીના લોકોએ પોલીસ બોલાવી તેમને અટકાવ્યા હોવાનું જાણવા મળે છે.

વિગતો મુજબ ખંભાળિયા તાલુકામાં આવેલી ઘી નદીમાં ઘણા સમયથી ખોદકામ થઇ રહ્યું હોવાની જાણ થતાં કેટલાક ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતાં અને તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે એજન્સીના કર્મચારીઓએ પોલીસ બોલાવી તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી સ્થળ પર હોબાળો થયો હતો. દરમ્યાન ઘી નદીમાં એજન્સી દ્વારા 800થી 1000 ફુટના 44 જેટલા બોર ખોદી નખાયા હોવાનું માલુમ થયું હતું.

ખોદી નખાયેલા બોરમાં એજન્સી દ્વારા ડીવાઇસ ઉતારી ચેકીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચેકીંગ કરાયા બાદ બોરને બંધ કરી દેવામાં આવે છે. આ ખોદકામ પાછળ ખંભાળિયાની ઘી નદીથી જુનાગઢ સુધી ક્રુડનું સંશોધન કારણભુત હોવાનું જાણવા મળે છે. ક્રુડના સંશોધન માટે બોર ખોદવામાં આવી રહ્યાં છે.

Related posts

હું કોંગ્રેસનો વફાદાર સૈનિક: ધારાસભ્ય વલ્લભ ધારવિયા

Nawanagar Time

જામનગરના જિલ્લા રજીસ્ટાર સહિત 38 અધિકારીઓની રાતોરાત સામુહિક બદલી

Nawanagar Time

કોરોનાથી મોતના કિસ્સામાં એક લાખની સહાય આપો: કોંગ્રેસે આવેદન પાઠવ્યું

Nawanagar Time

Leave a Comment