Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ડેરી પ્રોડક્ટ પણ જોખમી ? ડેરી પ્રોડક્ટ ખાવી એટલે ઓક્સિજનના બદલે સિગારેટનો ધુમાડો શ્વાસમાં લેવો: રિસર્ચ

dairy-product-eating-should-inhale-cigarette-smoke-rather-than-oxygen-research

વેગનિઝમને પ્રમોટ કરવા ઈંગ્લેન્ડથી ડેવિડ એન્ડ્ર્યુ અને ફિનલેન્ડથી આવેલા એમી લેન્કેને વાત કરી

સુરત:-‘દૂધ ન પીવું જોઈએ. દુધ પિવાથી અનેક પ્રકારના રોગ થાય છે. દુધમાંથી મળતુ ફેટ પણ શરીર માટે હાનિકારક છે. દુધની જગ્યાએ રાઈસ મિલ્ક, નટ્સ મિલ્ક, સૌયા મિલ્ક પીવું વધારે ફાયદાકારક છે. જેમાં ફેટ પણ હોતુ નથી અને એને ઘરે જ બનાવી શકાય છે. શરીરનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ડેરીની પ્રોડક્ટ ખાવી એટલે ઓક્સિજનની જગ્યાએ સિગારેટનો ધુમાડો શ્વાસમાં લેવો. માન્યતા એવી છે કે, દુધમાંથી મોટા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે પરંતુ દુધ કરતાં વધારે કેલ્શિયમ આપતી વસ્તુઓ પણ છે.’

દૂધ કરતાં ટોફુમાંથી વધારે કેલ્શિયમ મળે

  • 100 ગ્રામ દુધમાંથી 141 મિલી ગ્રામ કેલ્શિયન મળે છે.
  • 100 ગ્રામ ચીયા સિડ્ઝમાંથી 631મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે.
  • 100 ગ્રામ ટોફુમાંથી 350મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે.
  • 100 ગ્રામ બદામમાંથી 260મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે.
  • 100 ગ્રામ તહાનીમાંથી 141મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે.
  • 100 ગ્રામ વૉટર્રેસમાંથી 120મિલી ગ્રામ કેલ્શિયમ મળે છે.

સુરતમાં ગત વર્ષે 100 લોકો વેગન હતાં, જ્યારે આ વર્ષે વધીને 800 થયાં: એમી લેન્કેન

‘ભારતમાં ગાયના બચ્ચાને કૃત્રિમ રીતે પેદા કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં લગભગ 30 કરોડ ગાય છે જ્યારે માત્ર 1 કરોડ જ બળદ છે. કારણ કે, પહેલાના સમયમાં બળદને ખેતરમાં કામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતાં. પરંતુ ટ્રેક્ટર આવ્યા બાદ લોકોએ બળદનો ઉપયોગ ઓછો કરી દિધો છે. બળદનો એક દિવસનો ખોરાક 550થી 600 કિલો સુધીનો હોય છે. જ્યારે ગાયનો ખોરાક 250થી 350 કિલો સુધી હોય છે. ગાય દુધ આપે છે એટલે કમાણી થાય છે ત્યારે બળદનો ઉપયોગ ન હોવાથી બળદને કતલખાને મોકલી આપવામાં આવે છે.

કેમ ગાયનું દુધ ખાવા લાયક હોતું નથી?

ગાયમાંથી મશીન દ્વારા દુધ કાઢવામાં આ‌વે છે. જે દુધ ખાવા લાયક હોતું નથી. ભારતમાંથી સૌથી વધારે બિફનું એક્સપર્ટ કરવામાં આવે છે. યુકેમાં વેગેન્સની સંખ્યા 7 ટકા જેટલી થઇ ગઇ છે. ગયા વર્ષે અમે સુરતમાં આવ્યા ત્યારે વેગનની સંખ્યા 100 હતી જ્યારે આ વર્ષે વધીને 800 થઈ ગઈ છે. લોકોને એવુ લાગે છે કે દુધમાંથી મોટા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે પણ એના કરતા ઘણી એવી અન્ય પ્રોડક્ટ પણ છે જેમાંથી દુધ કરતા વધારે પ્રમાણમાં કેલ્શિયમ મેળવી શકાય છે છે. નોનવેજમાં રહેલું ફેટ માણસને બિમાર કરે છે. બિન્સ, રાઈસ, ઓટ્સ, સોયા બિન્સ અને તોફામાંથી નોનવેજ કરતાં પણ વધારે પ્રોટિન, વિટામિન અને કેલ્શિમ મળે છે.

ભારતમાં કુલ 15 શહેરોની મુલાકાત લેવાશે: ડેવિડ એન્ડ્ર્યુ

એનિમલમાંથી બનેલી પ્રોડક્ટ વધારે વેચાય છે. ખાસ કરીને દુધમાંથી બનતી વસ્તુઓ ભારતીયો વધારે આરોગે છે. ત્યારે વેગનિઝમનો ભારતમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે અમે મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, ઈંદોર, ભોપાલ, નાગપુર, કાનપુર, લખનૈવ, આગ્રા, જયપુર, દિલ્હી, પટના અને કલકત્તામાં કાર્યક્રમ કરીશું.

Related posts

આ ફાયદા જાણીને,તમે પણ રોજ ઉપયોગમાં લેશો લવિંગને.

Nawanagar Time

ટૂંકમાં જ કોરોના વાયરસનો થશે ખાત્મો!: ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

Nawanagar Time

માત્ર પ્રોટીન પાઉડર ખાવાથી બોડી બનતું નથી : કરણદેવસિંહ જાડેજા

Nawanagar Time

Leave a Comment