Nawanagar Time
ગુજરાત

દ્વારકા: જીગ્નેશ દાદાએ વિવાદ છેડ્યો, પ્રતિબંધિત જગત મંદિરમાં તસવીર થઈ વાયરલ..!

DB: Jignesh Dada dispute went, the image of the temple prohibited viral world ..!

દ્વારકા:-ર ધામ પૈકીના એક એવા દ્વારકા યાત્રાધામ પરિસરમાં થતી વીડિયો અને ફોટો ગ્રાફી અવારનવાર પ્રસાર મધ્યમોમાં ચર્ચાનો વિષય બની ચમકતી રહે છે. તાજેતરમાં મંદિર પરિસરમાંથી કરવામાં આવેલ એફબી લાઈવને લઈને છેડાયેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફોટોગ્રાફી માટે પ્રતિબંધિત એવા જગત મંદિરના ઉપરના ભાગે આવેલ  સ્થાનકની સામે કથાકાર જીગ્નેશ દાદાની લેવાયેલ તસ્વીર વાયરલ થઈ છે. અહીં ફોટોગ્રાફીની સદંતર મનાઈ હોવા છતાં તસ્વીર કોણે લીધી? એ કરતા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાના ફાંકા મારતું તંત્ર કેવી સુરક્ષા કરે છે તે આ તસવીર કહી આપે છે.

શરદ પૂનમની રાતના ધાર્મિક કાર્યક્રમનું જગત મંદિર પરીશરથી ફેસબુક લાઇવ કરાયા  આ  પ્રતિબંધિત પરિસરની વીડિયો ગ્રાફી અને ફોટોગ્રાફી ચર્ચામાં આવતી રહી છે. આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટમાં અવારનવાર જગતમંદિર હોવાના રિપોર્ટ્સ અને તેને કારમે હથિયાર સાથેની સિક્યોરિટીની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છતા પણ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન દ્વારા ફોટો અને વીડિયોગ્રાફી હંમેશા વિવાદમાં રહી છે ત્યારે ફોટોગ્રાફીને લઈને મંદિર પરિસર  એક વખત વિવાદમાં સપડાયું છે.

આ વખતે ભગવાન દ્વારિકાધીશની ધૂન ’ દ્વારિકાનો નાથ.. મારો રાજા રણછોડ છે..’ થી ખાસ્સા પ્રસિદ્ધ બનેલા કથાકાર જીગ્નેશ દાદા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જગત મંદિર ઉપર શિખર જવાના બીજા માળે બિરાજતા શક્તિ માતાના મંદિરના સ્થાનક સામેથી લેવાયેલી જીગ્નેશ દાદાની તસ્વીર વાયરલ થઈ છે. તસ્વીરમાં  દાદા સ્થાનક પાસેથી પસાર થઈ રહેલા જોઈ શકાય છે. ફોટો જે વ્યક્તિએ ખેંચ્યો છે તે તરફ ’દાદા’ની દ્રષ્ટિ નથી પરંતુ વિવાદ એ વાતને લઈને છે કે પ્રતિબંધિત પરિસરમાં મોબાઈલ અથવા કેમેરો લઈ કોણ લઈ ગયું? આ બાબતની તપાસ થશે કે પછી સુરક્ષા વ્યવસ્થાની ઉણપો આમ જ પ્રસાર માધ્યમોમાં આવતી  એ તો સમય જ કહેશે…

Related posts

મોદી સ્કૂલમાં ફાયર સેફ્ટિની અસુવિધા મુદ્દે ડીઈઓ લાલાધૂમ

Nawanagar Time

ખનિજ ચોરી પ્રકરણમાં આરોપીના ભાઈએ પોલીસ મથકમાં ઝેર ગટગટાવી લેતાં દોડધામ

Nawanagar Time

મહાપ્રભુજીની બેઠક પાસે ઓપરેશન ડિમોલિશન

Nawanagar Time

Leave a Comment