Nawanagar Time
ગુજરાત જામનગર

ડી.સી.સી. સત્તાવાળાઓ માટે દુઝણી ગાય?

dcc-the-sage-for-the-authorities

વેરાવસૂલાતનો કોરડો ઝીંકાયા બાદ ‘ઢીલ’ મૂકીને ‘લાભ’ લેવાની નીતિ વર્ષોથી અખત્યાર

જામનગર:-સિક્કામાં આવેલી દિગ્વિજય સિમેન્ટ કંપની અમુક સત્તાવાળાઓ માટે દુઝણી ગાય છે. તેમાંય પંચાયત માટે તો વેરાવસૂલાતનો કોરડો ઝીંકયો. ત્યારબાદ ‘ઢીલ’ મૂકીને ‘લાભ’ લેવાની નીતિ વર્ષોથી અખત્યાર થાય છે. તેવામાં વળી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી પણ ‘કઇંક’ કરી છૂટવામાં પાછળ રહી નથી.

જિલ્લા કલેક્ટર દ્વારા તાકિદ કરાઇ હતી કે, ડીસીસી કંપની પાસેથી ખનિજ રોયલ્ટીની અને દંડની કેટલી વસૂલાત બાકી છે? તેઓ વિસ્તૃત રિપોર્ટ આગામી મિટીંગમાં રજૂ કરવો તેમજ વસૂલાત માટે શું કાર્યવાહી થઇ? તે પણ જણાવવું. ત્યારબાદ બે મિટીંગ થઇ ગઇ. રિપોર્ટ હજૂ સુધી રજૂ થયો નથી. માટે એજન્ડા અને મિનિટ્સ તૈયાર કરનારા કાબેલ સ્ટાફના ધ્યાનમાં આ ચુકાદો આપ્યો અને કટાક્ષ ધ્યાનમાં મુકવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું. ત્યારે ફરીથી કલેક્ટરે વિગત માંગી તો ભૂસ્તરશાસ્ત્રીની કચેરી જવાબ આપવામાં અસક્ષમ રહી. આવું ઈરાદાપૂર્વક થતું હોય તેમ શંકા સહેજ થાય. કેમ કે, કરોડો રૂપિયાની વસૂલાત બાકી છે ત્યારે શા માટે સરકારની તિજોરીને ખોટ કરાય છે તેવી શંકા સહેજે થાય.

અઢી દાયકાથી તો આ કંપની અમુક કુશળ સત્તાવાળાઓ જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના અમુક ‘કાબિલ’ માટે ‘ખાણ’ પૂરવાર થઇ છે. કેમ કે, શરતભંગ, ટેક્સચોરી અને ટેક્સ વસૂલાત, લીઝના દુરૂપયોગ, સરકારી વસૂલાતના જંગી લેણા વગેરે પ્રકરણ માટે અમુક અમુક અધિકારીઓ ફાઇલ અભેરાઇએથી ઉતારે, ધૂળ ખંખેરે બાદ કોઇ કારણસર ફરીથી અભેરાઇએ ચઢાવી દેતાં રહ્યાં છે. સમયાંતરે આવું થતું જ રહ્યું છે, પરંતુ હાલ નિર્ણાયક તબક્કો છે.

Related posts

આ જિલ્લામાં બે વર્ષથી એક પણ સામુહિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી નહીં

Nawanagar Time

જામનગરમાં કોરોના રાહત: છ પૉઝિટીવ એક મોત

Nawanagar Time

વીમા કંપનીને કરોડો રૂપિયા લૂંટવાના પરવાના આપતી ભાજપ સરકાર

Nawanagar Time

Leave a Comment