Nawanagar Time
ગુજરાત જામનગર

ઘોર કળિયુગ ! સગા બાપે સગીરાને ગર્ભવતી બનાવી

deadly-kaliyug-saga-bepe-made-sagira-pregnantdeadly-kaliyug-saga-bepe-made-sagira-pregnant

હવસખોરે સતત 7 કલાક સુધી દુષ્કર્મ ગુજાર્યું : જામનગરના ગાંધીનગર વિસ્તારનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો : નરાધમ પિતા વિરૂદ્ધ જનેતાએ ફરિયાદ નોંધાવતા ધરપકડ કરતી પોલીસ

જામનગર:-જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં એક નરાધમ પિતાએ જ માસુમ પુત્રી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતા ચકચાર જાગી છે. પિતાની આ નરાધમતા અંગે માસુમની માતાએ પોતાના જ પતિ સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ  પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ સાડા છ માસનો ગર્ભ હોવાથી સગીરાએ બાળકને જન્મ આપવો જ પડસે તેવી કુદરતી સ્થિતિ નિર્માણ પામી છે. પોલીસે સગીરાનો કબજો સંભાળી મેડીકલ પરીક્ષણ સહિતની વિધિ પાર પાડી હતી.

જામનગર સહીત જિલ્લાભરમાં સનસનાટી મચાવનાર બનાવની વિગત મુજબ,શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં અઘટિત  બનવા પામી છે. છ-સાત મહિના પૂર્વે આ પરિવારની માસુમ સગીરા એકલી હતી ત્યારે સવારના આઠ વાગ્યાથી જ તેણીના જ નરાધમ પિતાએ સગ્ગી પુત્રીને હવસનો શિકાર બનાવી, ગર્ભવતી બનાવી હતી. આ બનાવ અંગે આજે સગીરાની માતાએ નરાધમ પતી સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં છ સાત મહિના  સગીરાની એકલતાનો નરાધમ પતિએ લાભ લઇ પરાણે શારીરિક સંબંધ બાંધી સતત સાત કલાક સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના સામે આવતા જ પોલીસે નારાધમ પિતાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી આરોપીને દબોચી લીધો છે, આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

Related posts

હાપા યાર્ડમાં રૂા.4 હજારના વિક્રમી ભાવે અજમાની હરરાજીનો પ્રારંભ

Nawanagar Time

ટીબીના મશીનથી થશે કોરોના ટેસ્ટ

Nawanagar Time

દ્વારકા: સિદ્ધનાથ રોડ પરના પુસ્તકાલય પાછળ રાત પડે ને જામતી દારૂની મહેફીલ

Nawanagar Time

Leave a Comment