Nawanagar Time
જામનગર

જામનગરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત: એક મોત

જામનગર: જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે અને કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો છેલ્લા પાંચ દિવસથી સિંગલ ડિઝિટમાં જ રહે છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યના પણ પાંચ સહિત સમગ્ર જિલ્લામાં સાત કેસ નોંધાયા છે. જેથી ખૂબ જ રાહતના સમાચાર છે.

ઉપરાંત મૃત્યુ દર પણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જેથી જામનગર જિલ્લામાં કુલ મૃત્યુ આંક 1,030 થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 10 અને ગ્રામ્યના ચાર સહિત કુલ 14 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જામનગર શહેરના છેલ્લા 24 કલાક દરમિયાન બે પોઝેટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,778નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર પણ પાંચ કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો 2,341નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,119 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

દ્વારકા જિલ્લામાં નવા બે પૉઝિટીવ
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે ગઈકાલે ગુરૂવારે કોરોનાના નવા બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી સામે આવ્યો નથી. આ વચ્ચે ગઈકાલે દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના એક- એક દર્દી સ્વસ્થ થતાં હવે જિલ્લામાં 22 સારવાર હેઠળ છે.

Related posts

મુંબઇમાં બ્લાસ્ટ કેસમાં મમુમિંયા અને તેના ભાઇએ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા સુપ્રીમમાં અરજી કરી

Nawanagar Time

જામનગર ચાર દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો.. 2 આરોપી ઝડપાયા..

Nawanagar Time

થાંભલાતોડ ડ્રાઈવિંગ

Nawanagar Time