Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

દીપિકા પાદુકોણે ‘છપાક’ ફિલ્મમાંથી તેનો ફર્સ્ટ લુક શેર કર્યો, ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે

deepika-padukone-shares-her-first-look-in-chhapak-the-film-will-release-on-january-10-next-year

દીપિકા પાદુકોણ પોતાની નવી ફિલ્મ ‘છપાક’નું શૂટિંગ આજથી શરૂ કરશે. દીપિકાએ ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે. તે આ ફિલ્મમાં ફક્ત એક્ટિંગ કરશે એટલું જ નથી, સાથે સાથે તેને પ્રોડ્યૂસ પણ કરશે. તેના નવા વેન્ચરની આ પહેલી ફિલ્મ છે જે એક બાયોપિક છે. આ સ્ટોરી એસિડ અટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલની છે. ફિલ્મનાં ડિરેક્ટર ‘રાઝી’ ફેમ મેઘના ગુલઝાર છે. ફિલ્મમાં દીપિકાની સાથે ‘મિર્ઝાપુર’ ફેમ વિક્રાંત મેસી પણ છે.

દીપિકાએ તેનો ફર્સ્ટ લુક રિલીઝ કરતાં લખ્યું કે, ‘કેરેક્ટર જે હંમેશાં મારી સાથે રહેશે, માલતી. આજથી ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ રહ્યું છે. ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રિલીઝ થશે.

લક્ષ્મી અગ્રવાલે દીપિકાને ફિલ્મમાં કાસ્ટ કરવા બાબતે કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે દીપિકા આ રોલ કરી રહી છે. મને કોઈ હક નથી કે હું એને જજ કરું. હું કોઈને કોઈ વસ્તુ માટે કઈ રીતે જજ કરી શકું જે હું કરી નથી શકતી. તેણે ઓન સ્ક્રીન ઘણા સારા રોલ નિભાવ્યા છે અને માનું છું કે તે તેનું બેસ્ટ આપશે.

 

Related posts

‘ગુલ મકઈ’માં ટિકટોક સ્ટાર ભજવશે મલાલાનું પાત્ર

Nawanagar Time

મેગેઝિન કવરનો ફોટો ‘કોપી’ હોવાની વાત પર આલિયા ભટ્ટે સણસણતો જવાબ આપ્યો, સામેવાળાએ કાન પકડ્યા

Nawanagar Time

હવે વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

Nawanagar Time

Leave a Comment