Nawanagar Time
ગુજરાત જામનગર

અંતે વીજ થાંભલા પરથી જોખમી હોર્ડિંગ્સ હટાવાયા

defective-mounted-hoardings-from-the-electric-pole-at-the-end

હોર્ડિંગ્સ મુદ્દે વારંવાર રજૂઆતો બાદ જામનગર મહાનગરપાલિકા જાગી

જામનગર:-જામનગર શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીને લઇને આચાર સંહિતાની કડક અમલવારી ચાલી રહી છે ત્યારે શહેરની કેટલીક ખાનગી પાર્ટીઓ દ્વારા જામનગર મહાનગર પાલિકા સંચાલીત ડીવાઇડરની વચ્ચે આવેલા  લાઇટના વિજ પોલ પર નિર્ધારીત હાઇટને બદલે સાવ નિચે અકસ્માતે નોતરે રીતે તે રીતે કિઓસ્ક લગાવી દેવામાં આવ્યા હોવાની માહિતીના આધારે જામ્યુકોની દબાણ હટાવ શાખાએ આવા કિઓસ્ક બોર્ડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં લાલ બંગલા રોડ, અંબર ચોકડીથી સાત રસ્તા સુધીના ઇન્દિરા ગાંધી માર્ગ, અંબર સિનેમાથી  ગેઇટ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં આજે વહેલી સવારથી નિર્ધારીત હાઇટને બદલે એકદમ નીચે અકસ્માતને નોતરે તે રીતે લગાવી દેવામાં આવેલા કુલ 350 કિઓસ્ક ઉતારી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાં પણ આ અંગે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

નવી યુવા પેઢીને ગાંધી વિચાર ધારાથી અભિપ્રેત કરાવવા ‘નવનીત જવેલરી મોલ’ દ્વારા સ્તુત્ય પ્રયાસ

Nawanagar Time

જામનગર જિલ્લામાં રી-સર્વેની કામગીરી એકા-એક બંધ કરાતાં દેકારો

Nawanagar Time

જામનગરમાં 30 વર્ષનો રૅકોર્ડ તોડતાં મેઘરાજા: તમામ જળાશયો છલોછલ

Nawanagar Time

Leave a Comment