Nawanagar Time
ગુજરાત જામનગર

રિસર્વેના ગોટાળાઓથી હાલારમાં ખેડૂતો વચ્ચે ધીંગાણાની દહેશત

delayed-frustration-between-farmers-in-hollar-from-risva

મરણ મૂડીસમાન ખેતીની જમીનમાં પણ માપણીના ખેલ પડે…કેવી કરૂણતા!

જામનગર:-હાલારમા ખેતીની જમીનની ફરિથી માપણી રિસર્વે થયો દાયકો પુરો થશે છતા સંતોષ કારક કામ નથયુ હવે  ફેર થયા સરકાર તો અનેક કેસમા આખરી નોટીસ આપી પ્રકરણ પુરા કરવા માંડશે તો આ દસ્તાવેજો ઉપર તો ખેડૂતો વચ્ચે ધીંગાણા થઇ શકે તેવી દહેશત જાણકારો એ વ્યક્ત કરી ઉમેર્યુ છે કે આ કરૂણતા કોને કેવી?

ખેડુત પાસે એમની મરણમૂડી કે પૈતૃક સંપત્તિ એટલે એમની જમીનઆ જમીન ખોટી માપણીના  બગડી છે, એના દસ્તાવેજ બગડ્યા છે.ખેડુત વારસામાં એમની જમીન આપી જતો હોય પણ આ ખોટી માપણીના કારણે વારસામાં શેઢા પડોશી સાથે દુશ્મનાવટ આપી ને જશે ગુજરાતનો એક એક ખેડુત કહે છે કે આ માપણી ખોટી થઈ છે ને  ગુજરાત સરકાર કહે છે કે જમીન માપણીમાં માત્ર 2% જ ભૂલો

જો જવાબ આપવો જોઈએ તો ગત 25 ઓગસ્ટથી આખા ગુજરાતમાં સરકાર દ્વારા “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરી રહી છે ત્યારે.આખા ગુજરાતના ખેડૂતો પોતાના ગામની આસપાસ થતા દરેક સેવાસેતુ કાર્યક્રમમાં ફરિયાદ લઈને  પહોંચી ગયા  સેવાસેતુ માં ફરિયાદનીસ્થિતિ એ રહી કે કેબિનેટની બેઠકમાં ફરીથી જમીન માપણી બાબતે ચર્ચા થાય ત્યારે સેવસેતુ  આવેલી ફરિયાદો ધ્યાનમાં લેવાય અને સરકાર મજબુર થાય કે 12220 ગામોના પ્રમોલગેસન રદ્દ કરી ફરીથી માપણી કરવાનો ઓર્ડર કરે.

ખેડૂતોમા ફર્યો લાકડિયો તાર

હવે આપણે મૌન બેસી રહીશું તો આપણી આવનારી પેઢી આપણને માફ નહિ કરે મારે ભૂલ નથી ને પેલાને ભૂલ છે એવા વહેમમાં ન રહેતા સરપંચ મારો  છેતલાટી માણસ સારો છે….. ધારાસભ્ય, સંસદસભ્ય, મામલતદાર, ટીડીઓ ડીડીઓ, કલેક્ટર સામે કેમ બોલવું વગેરે આપણા વિચારોમાંથી બહાર નીકળી આપણી જમીન માટે આપણે જ સાચું કહેવાની હિંમત કેળવવી પડશે ને જો આ હિંમત અત્યારે આપણે નહિ કેળવીએ, અત્યારે આપણે નહિ બોલીએ તો આપણી આવનારી પેઢીઓએ આ ભૂલનું પરિણામ ભોગવવું પડશે  ખેડૂત પરિવારો વચ્ચે ઝઘડા થશે તેમ એક નિવેદન મા ખેડૂત આગેવાનો એ સમગ્ર પરિસ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરતા આપ્યુ છે.

Related posts

જિલ્લામાં 300થી વધારે રેવન્યુ કર્મચારીઓની આંદોલનની ચિમકી

Nawanagar Time

વર્ષ 17માં છ મોત, વર્ષ 18માં 13 મોતની સામે વર્ષ 19માં દોઢ માસમાં જ 10 જિંદગી સ્વાઈન ફલૂમાં હોમાઈ

Nawanagar Time

સાની ડેમ તોડ્યા બાદ દ્વારકા જિલ્લામાં કટોકટીઃ વિક્રમભાઈ માડમ

Nawanagar Time

Leave a Comment