Nawanagar Time
ટેક્નોલૉજી

જો તમારા સ્માર્ટફોનમાં છે આ એપ્સ? તરત કરી દો ડિલીટ

ગેજેટ ડેસ્કઃ ગૂગલે હાલમાં જ પ્લે સ્ટોર પરથી 22 એપ્સ હટાવી દીધી છે. સૌથી પોપ્યુલર સર્ચ એન્જિન ગૂગલે આ એપ્સને એટલે હટાવી કેમ કે, રિસર્ચર સોફોઝ અનુસાર, આ એપ્સનો ઉપયોગ હેકર્સ દ્વારા એડ ફ્રોડ કરવા માટે થઇ રહ્યો છે. આ લિસ્ટમાં પોપ્યુલર એપ સ્પાર્કલ ફ્લેશલાઇટ પણ સામેલ છે. ઉલ્લેખનીય વાત એ છે કે, પ્લે સ્ટોર પરથી આ એપ્સને 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

સોફોઝે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, યૂઝરના દ્રષ્ટિકોણથી જોઇએ તો આ એપ્સ ફોનની બેટરી ઝડપથી ઉતારે છે અને બેકગ્રાઉન્ડમાં સર્વર સાથે કોમ્યુનિકેટ કરે છે, જેને કારણે યૂઝરનો ડેટા પણ વધુ યૂઝ થતો હોય છે. તે સિવાય આવા ડિવાઇસને સી2 સર્વર દ્વારા ફુલ્લી કંટ્રોલ કરવામાં આવે છે અને સર્વરની ઇન્સ્ટ્રક્શન પર આ ખરાબ એપ પણ ઇન્સ્ટોલ કરી શકે છે. જાણો, એવી એપ્સ અંગે જેને ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ્સ હોય તો તેને તરત કરો ડિલીટ.

– ઝોમ્બી કિલર (Zombie Killer)
મિનિમમ ડાઉનલોડઃ 100000
મેક્સિમમ ડાઉનલોડઃ 500000

– ટેક અ ટિપ (Take a trip)
મિનિમમ ડાઉનલોડઃ 50000
મેક્સિમમ ડાઉનલોડઃ 100000

– ટેબલ સોકર (table Soccer)
મિનિમમ ડાઉનલોડઃ 50000
મેક્સિમમ ડાઉનલોડઃ 100000

– સ્પાર્કલ ફ્લેશલાઇટ (Sparkle FlashLight)
મિનિમમ ડાઉનલોડઃ 1000000
મેક્સિમમ ડાઉનલોડઃ 5000000

– સ્પેસ રોકેટ (Space Rocket)
મિનિમમ ડાઉનલોડઃ 10000
મેક્સિમમ ડાઉનલોડઃ 50000

– સ્નેક એટેક (Snake Attack)
મિનિમમ ડાઉનલોડઃ 100000
મેક્સિમમ ડાઉનલોડઃ 500000

– શેપ શોર્ટર (Shape Shorter)
મિનિમમ ડાઉનલોડઃ 1000
મેક્સિમમ ડાઉનલોડઃ 5000

– રોલેટ મેનિયા (Roulette Mania)
મિનિમમ ડાઉનલોડઃ 10000
મેક્સિમમ ડાઉનલોડઃ 50000

– પેરઝેપ (PairZap)
મિનિમમ ડાઉનલોડઃ 1000
મેક્સિમમ ડાઉનલોડઃ 5000

– નિઓન પોન્ગ (Neon Pong)
મિનિમમ ડાઉનલોડઃ 10000
મેક્સિમમ ડાઉનલોડઃ 50000

– મેથ સોલ્વર (Math Solver)
મિનિમમ ડાઉનલોડઃ 50000
મેક્સિમમ ડાઉનલોડઃ 100000

– જસ્ટ ફ્લેશલાઇટ (Just Flashlight)
મિનિમમ ડાઉનલોડઃ 100000
મેક્સિમમ ડાઉનલોડઃ 500000

Related posts

આજથી દેશભરમાં ફાસ્ટ ટેગ બારકોડનો ઉપયોગ પેટ્રોલપંપો પર અનિવાર્ય કરાશે…

Nawanagar Time

ગૂગલ પ્લસ અને એલો બાદ કંપનીએ યૂઆરએલ શોર્ટનર પણ બંધ કરશે

Nawanagar Time

બેન્કિંગ સાથે ભળતા નામ ધરાવતી ડેટા ચોરતી એપ્સથી સાવધાન રહો

Nawanagar Time

Leave a Comment