Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવા કોંગ્રેસ સમક્ષ માંગ

demand-for-congress-to-give-ticket-to-muslim-candidates-in-jamnagar-rural-assembly-by-elections

અંદાજીત 2.25 લાખ મતદારો છે જે સીધા કોંગે્રસમાં એકધારા પડી લોકસભાની સીટને પણ ફાયદો કરાવશે

નવાનગર ટાઇમ

જામનગર

77-જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ સમક્ષ  આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે ઘણા સમયથી આ વિસ્તારમાં મુસ્લિમ સમાજની અવગણના કરવામાં આવી રહી છે મહત્વના હોદા ઉપર અપવાદ રૂપેને બાદ કરતાં કયાંય સંગઠનમાં પદાધિકારીઓમાં લેવામાં આવેલી છે અને 77 જામનગર ગ્રામ્યની સીટ ઉપર મુસ્લિમ મતદારો 50 હજારથી વધુ છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણી સાથે છે ત્યાં  અને દેવભૂમિ દ્વારકા સાથે મળે છે અંદાજીત 2.25 લાખ મતદારો છે જે સીધા કોંગે્રસમાં એકધારા પડી લોકસભાની સીટને પણ ફાયદો કરાવશે.  આ પ્રકારની રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને 79-જામનગર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ફૈઝલ ખફી દ્વારા કરાઇ છે.

Related posts

જામનગરની ભાગોળે આણદાબાવા સંસ્થાની બૉલેરો હડફેટે ત્રણ પદયાત્રીના મોત

Nawanagar Time

દબાણ હટાવવાના બદલે ‘રોકડી’કરાતી હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ

Nawanagar Time

ખંભાળિયામાં ભાજપરાજમાં ભાજપના જ મહિલા સદસ્યાના ઉપવાસ

Nawanagar Time

Leave a Comment