Nawanagar Time
ગુજરાત

પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધિ યોજનાની મુદ્દત લંબાવવા માંગ

demand-for-extension-of-prime-minister-kishan-honor-nidhi-scheme

મુખ્યમંત્રી સહિત સંબંધીત વિભાગને દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખે કરી લેખીત રજૂઆત

દ્વારકા:-રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગરીબ અને મઘ્યમવર્ગના ખેડૂતોના લાભાર્થે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાની મુદ્દત  ફેબ્રુઆરી સુધીની છે જેને લંબાવીને તા.20 માર્ચ સુધીની કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહિત સંબંધીત વિભાગને દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા માણેક દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગરીબ અને મઘ્યમવર્ગના ખેડૂતોના લાભાર્થે-હિતાર્થે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેને રાજ્યના ખેડૂતો  આવકારવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન પ્રોસેસ કરવી પડે છે. હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઇન પ્રોસેસ રાજ્યભરમાં ચાલતી હોવાથી સર્વર ડાઉન રહે છે અને વેબસાઇટ ધીમી ચાલે છે. જેના કારણે ઓનલાઇન ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડે છે. આ યોજનાની મુદ્દત આગામી તા.20મી ફેબ્રુઆરી સુધીની છે.  પ્રોસેસના કારણે દ્વારા તાલુકાના અભણ અને અજ્ઞાન ખેડૂતોને હજુ સુધી આ યોજનાની પુરતી માહિતી ન હોય જેથી આ યોજનાની મુદ્દત હજુ એક માસ સુધી એટલે કે તા.20મી માર્ચ સુધી લંબાવવા લેખીત રજૂઆત કરાઇ છે.

રજૂઆતમાં જણાવાયુ છે કે કેટલાક ખેડૂતોને હજુ વારસાઇ કરાવવાની બાકી છે તેમજ બેંકમાં ખાતા ખોલાવવાના  છે આવા અનેક કારણોસર ઓખામંડળ તાલુકાના ખેડૂતોનો મોટો સમુદાય આ યોજનાથી વંચિત રહી જાય તેમ છે. જેથી આ યોજનાની મુદત હજુ એક મહિના જેટલી લંબાવવામાં આવે તો મોટાભાગના ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે તેમ છે. જેથી ગરીબ અને અભણ ખેડૂતોના હિતને ઘ્યાનમાં લઇ આ યોજનાની મુદ્દત લંબાવવા રજૂઆતમાં  છે.

આ ઉપરાંત ઓખા મંડળ તાલુકાના ખેડૂતોને પાકવિમાની રકમ વહેલીતકે ચૂકવવા તેમજ તાલુકાના નિરાધાર, વૃઘ્ધો અપંગ, અશકતોને સરકાર દ્વારા અછતના શેડયુઅલ મુજબ વહેલીતકે કેશકોલ્સ ચૂકવવામાં આવે તેવી માંગણી છે.

Related posts

ભાજપ સરકાર ભ્રષ્ટાચાર વિરોધી છે? એડવોકેટ સંજય પંડિત

Nawanagar Time

ખંભાળિયાનું જળસંકટ ઘેરૂ: ઘી ડેમ બાદ હવે કૂવા પણ ડૂક્યા

Nawanagar Time

ખંભાળિયાની ઝવેરી બજારમાં દુકાન આગમાં ખાખ

Nawanagar Time

Leave a Comment