Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકામાં પશુધન માટે પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરવા માલધારી સમાજની માંગ

demand-for-maldhari-community-to-manage-water-fodder-for-livestock-in-dwarka

પંદર દિવસમાં પાણી-ઘાસચારાની વ્યવસ્થા નહીં થાય તો પ્રાંત કચેરી સામે આંદોલનની ચિમકી

દ્વારકા:-દ્વારકા તાલુકાના માલધારીઓ દ્વારા પશુઓ માટે પાણી ઘાસચારાની તાત્કાલીક વ્યવસ્થા કરવા પ્રાંત અને મામલતદારને આવેદનપત્ર પાઠવી 15 દિવસમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી ઉઠાવી હતી જો  દિવસમાં પાણી-ઘાસચારાની વ્યવસ્થા નહીં થાય તો પ્રાંત કચેરી સામે ઉપવાસ-આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકા તાલુકાના માલધારી સમાજ દ્વારા પશુઓ માટે તાત્કાલીક પાણી ઘાસચારો મલે તેવી વ્યવસ્થા કરવા દ્વારકા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદન પત્ર આપી રજુઆતો કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માલધારી સમાજ  ગાયો, ભેંસોનો નિભાવ કરી રોજીરોટી મેળવી રહ્યા છે હાલ આ વર્ષમાં વરસાદ પડેલ નથી જેથી અમારા પશુઓને પીવાનું પાણી કયાય મળતુ નથી.

વધુમાં માલધારી સમાજે આરોપ લગાવ્યો હતો કે, દ્વારકા તાલુકામાં આવેલી ટાટા કંપનીની ચિમનીમાંથી ઝેરી રજકણો નીકળે છે. જેના કારણે આજુ-બાજુમાં ખુબ જ પ્રદુષણ ફેલાય છે.અને કંપનીના ઝેરી  તળના પાણીમાં ભળી જતાં આજુબાજુના વિસ્તારોમાં કુવા અથવા બોરના પાણી પિવાલાયક નથી.

તેમજ પશુઓ માટે પીવાના પાણી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં નહી આવેતો અમારા પશુઓ મુત્યું પામશે અમારા જીવન નિર્વાહનો આધાર પશું છે  15 દિવસમાં પશુઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા કરી આપવામાં નહી આવેતો પ્રાંત કચેરી સામે પશુઓ સાથે  ચિંધ્યા માર્ગ સાથે ઉપવાસ આંદોલન કરશું તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે તેવુ અંતમાં જણાવ્યું હતું.

Related posts

ગુજરાતમાં ઘરે ઘરે પાણીના મીટર લગાડવાનો તખ્તો તૈયાર

Nawanagar Time

ખંભાળિયામાં ગરીબોને નિયમિત ગરમ ભોજન પૂરું પાડવા માટેની શ્રમયજ્ઞ

Nawanagar Time

નવરાત્રિને પગલે મીઠાપુર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ

Nawanagar Time

Leave a Comment