Nawanagar Time
ગુજરાત જામનગર

ઊંડ નદીમાંથી થતી રેતીચોરી અટકાવવા માંગ

demand-for-preventing-sandstorms-from-the-deep-river

ખાણ-ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાનો ખીજડીયા સરપંચનો સનસનીખેજ આક્ષેપ

 જામનગર:-જામનગર જિલ્લાની ઉંડ નદીમાંથી બેફામ રેતીચોરી કરવામાં આવી રહી છે. ખીજડિયા ગામના સરપંચે આ મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત કરી ખાણખનીજ વિભાગ અને પોલીસ વિભાગની મીઠી નજર હેઠળ આ કૃત્ય ચાલતું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે

ધ્રોલ તાલુકાના ખીજડિયા (વીરાણી) ગ્રામ પંચાયતના સરપંચ એમએમ જાડેજાએ જિલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં  કરતા જણાવ્યું છે કે, ખીજડિયા ગામ નજીકની ઉંડ નદીમાંથી સાદી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી શ્રી દવે, ધ્રોલના પોલીસ સબ ઈન્સ. ગઢવી, પરાક્રમસિંહ માલુભા ચાવડા, (ગુરૃ કૃપા) નાથાભાઈ પેથાભાઈ (જાળિયા દેવાણી), અમુભાઈ સુલેમાનભાઈ સફિયા (ખીજડિયા) વગેરે આ રેતીચોરીમાં સંડોવાયેલા છે. આ અધિકારીઓની મીઠી  હેઠળ આ રેતી ચોરી કૌભાંડ ચાલી રહ્યું છે. આ તમામ સામે યોગ્ય તપાસકરાવી જવાબદારો સામે કડક પગલા લેવા જોઈએ. આમ સરપંચના ધગધગતા આરોપથી સરકારી વિભાગોમાં દોડધામ મચી જવા પામી છે.

Related posts

સૈયદફળીમાં કોરોના પોઝિટિવના પરિવારજનોને મદદની ખાતરી આપતા પૂર્વ વિપક્ષી નેતા

Nawanagar Time

શહેરમાં ગેરકાયદેસર ખડકાયેલી 16 દુકાનોનો કડૂસલો બોલાવતી જેએમસી

Nawanagar Time

આચારસંહિતા અમલી બન્યા બાદ 91 ખેડૂતોની આત્મહત્યા

Nawanagar Time

Leave a Comment