Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં વોર્ડ નં.6ના આવેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ

demand-for-providing-primary-facilities-in-the-area-of-ward-no-6-in-jamnagar

ગટર, સફાઇ, પાણીના પ્રશ્ર્ને જામ્યુકોના કમિશ્નરને લત્તાવાસીઓએ પાઠવ્યું આવેદનપત્ર

જામનગર:-જામનગરના ગણપતનગર, નિલકમલ સોસાયટી પાછળના વિસ્તારમાં સફાઇ થતી ન હોય, ગંદકી વગેરેને લઇને આ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માંગ કરી હતી.

જામનગરમાં ગણપતનગર, નિલકમલ સોસાયટી પાછળ દશામાંના મંદિર સામે આવેલા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સફાઇ થતી ન હોવાનાં કારણે ગંદકીનું પ્રમાણ વધ્યું છે અને સ્વાઇન ફલૂ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ લોકોના આરોગ્ય જોખમાયા છે.

આ ઉપરાંત અહિં ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું નથી, ગટરની કોઇ સુવિધા ન હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી. જયારે પાણીની મુખ્ય લાઇનો આવી ગઇ હોવા છતાં નળ કનેકશન સુવિધા શરૂ કરાઇ નથી. જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોય આ વિસ્તારના લોકોએ જામ્યુકોના કમિશ્નરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કરવા માંગ કરી હતી.

demand-for-providing-primary-facilities-in-the-area-of-ward-no-6-in-jamnagar
demand-for-providing-primary-facilities-in-the-area-of-ward-no-6-in-jamnagar
demand-for-providing-primary-facilities-in-the-area-of-ward-no-6-in-jamnagar
demand-for-providing-primary-facilities-in-the-area-of-ward-no-6-in-jamnagar

Related posts

જામનગર-ધ્રોલ- સિક્કામાં વિદેશી દારૂના ચાર દરોડા, 6 ઝડપાયા

Nawanagar Time

સોલાર રૂફ ટોપ શહેરોમાં લાવ…લાવ…ગામડાંમાં ધોળું !

Nawanagar Time

નજીવી બાબતમાં પોલીસનો દબંગ સ્ટાઇલ મા લાઠીચાર્જ..લોકો મા રોષ..

Nawanagar Time

Leave a Comment