Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સને જાહેર  ભેટ ધરનાર તલાટી વિરૂદ્ધ તપાસ કરવા માંગ

demanding-to-investigate-against-giving-a-public-gift-to-ralani-talati-demanded-ril

કાનાલુસથી મેઘનુ ગામ જવાનો રસ્તો પંચાયતના લેટરપેડ ઉપર કંપનીને ભેટ ધરાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો

જામનગર:-જામનગર જિલ્લાના કાનાલુસથી મેઘનુ ગામ જવાનો જાહેર માર્ગ ખુબ જ ઉપયોગી હોવા છતાં રિલાયન્સ કંપની દ્વારા આ જાહેરમાર્ગનો કબજો લઇ દબાણ કરી લેવામાં આવતાં આ મામલે ગામના  જિલ્લા કલેકટરને રજૂઆત કરી તાકિદે આ રસ્તો ખુલ્લો કરાવવાની સાથે-સાથે કાનાલુસ ગ્રામ5ંચાયતમાં ફરજ બજાવતા અને જાહેર માર્ગને કંપનીને ભેટ ધરવા દેવા દાખલા આપનાર તલાટી કમ મંત્રી વિરૂદ્ધ ખાતાકિય તપાસ કરવા માંગ કરતાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાનાલુસથી મેઘનું ગામ જવા માટે રાજાશાહી વખતથી સરેઆમ રસ્તો આવેલ છે.  મુજબ પણ આ રસ્તાને ખુલ્લો રાખવાનું દર્શાવવામાં આવ્યું છે. મેઘનુ ગામ જવા માટે વર્ષોથી લોકો ટુંકા અને સરળ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને કાનાલુસ રેલ્વે જંકશન જવા માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી હોય મેઘનુ ગામ અને પીપળી ગામના લોકો લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવા માટે આ માર્ગનો  કરી રહ્યા છે દરમિયાન આ માર્ગને વિકસાવવા માટે સરકારની વિવિધ ગ્રાનટ દ્વારા મેટલ રોડ તથા એપ્રોચ પણ બનાવી રેલ્વે ફાટક નજીક વોકળા પર કોઝ-વેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ આ રસ્તા પર કંપની દ્વારા દબાણ કરી લેવામાં આવતાં લાલપુર મામલતદાર દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવા  પણ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ કાનાલુસ ગ્રામપંચાયતના લેટર પેડ ઉપર તલાટી-કમ-મંત્રી દ્વારા જાહેર રસ્તાને કંપનીને ભેટ ધરવા જેવા સહી સીકકા જેવા લખાણ કરી આપવામાં આવ્યું છે. રિલાયન્સ કંપનીના હિતમાં આપેલા આ દાખલા અંગે ગામના અગ્રણી મહોબતસિંહ માનસંગ સીસોદીયા, ભુપતસિંહ ઝવેરચંદ ચૌહાણ, અમરસંગ ભીમસંગ વાળા, રણજીતસિંહ કેશવજી સીસોદીયા અને  વાલાભાઇ સોલંકીએ જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી રિલાયન્સ કંપનીનું દબાણ દુર કરી કાનાલુસ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી નથવાણી સામે ખાતાકિય ઉચ્ચ તપાસ કરવા માંગણી કરી છે.

વધુમાં જો કાનાલુસ ગ્રામ પંચાયતના આ તલાટી વિરૂદ્ધ પગલા લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરી રસ્તો ખોલવા માટે જરૂર પડ્યે  હડતાલનું સશસ્ત્ર પણ ઉગવામાં આવશે તેવી ચિમકી રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી હતી.

Related posts

આંચકા સીસ્મોલોજી વિભાગના યંત્રોએ નોંધ્યા

Nawanagar Time

વાયુ વાવાઝોડું કચ્છ તરફ, NDRF-BSF સ્ટેન્ડ ટુ

Nawanagar Time

જામનગરઃ સિક્યોરિટી ગાર્ડ દ્વારા થયું ફાયરીંગ.. જાણો સમગ્ર ઘટના..

Nawanagar Time

Leave a Comment