Nawanagar Time
ગુજરાત જામનગર

બેડીમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન

demolition-for-the-third-consecutive-day-at-bedi

જામનગર:-જામનગરના બેડી વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે જાહેર માર્ગ ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા મહાનગર પાલિકાએ ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. આજે  કામગીરી દરમ્યાન 7 જેટલી દુકાન અને ચાર ગોડાઉન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

બેડી વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે દબાણો દૂર કરવા જામનગર મહાનગર પાલિકા એસ્ટેટ શાખાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના જોડિયા ભૂંગાથી ગાંધીનગરથી ઓવરબ્રિજ સુધીના દબાણો દૂર કરવા આજે સાત દુકાનો અને  ગોડાઉન ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.  તંત્ર દ્વારા 24 મીટરના મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કરતાં સતત ત્રણ દિવસથી ડિમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ એક મકાન ઉપર બુલડોઝર ફેરવતા બબાલ સર્જાઇ હતી. જેને લઇ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિની ઉજવણી

Nawanagar Time

જામનગર લીમડાલાઈનમાં ફર્નીચર શોરૂમમાં વિકરાળ આગ…

Nawanagar Time

જામનગરમાં કોરોનાથી વધુ બે દર્દીના મોત: 18 પૉઝિટીવ

Nawanagar Time

Leave a Comment