Nawanagar Time
ગુજરાત જામનગર

જૂના રેલવે સ્ટેશન રોડની બન્ને સાઇડમાં ડિમોલેશન કરાશે તો થશે ઉગ્ર આંદોલન

demolition-will-be-done-on-both-sides-of-the-old-railway-station-road

જામ્યુકોના કમિશ્નરને વોર્ડ નં.4ના કોર્પોરેટરે રજૂઆત કરી: નોટિસ આપ્યા વગર જગ્યા ખાલી કરવાની એસ્ટેટના અધિકારીઓ ધમકી આપતા હોવાનો આક્ષેપ

જામનગર:-જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ  દ્વારા જૂના રેલ્વે સ્ટેશનથી ભીમવાસ ઇન્દિરા માર્ગની બન્ને સાઇડમાં નાના રેકડી, દુકાન ધારકોને કોઇપણ જાતની નોટીસ આપ્યા વગર જગ્યા ખાલી કરવા માટે જણાવાયુ છે. જો આ ડિમોલેશન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી મહાનગર પાલિકાના કમિશ્નરને પાઠવેલા પત્રમાં વોર્ડ નં.4ના કોર્પોરેટર આનંદ ગોહિલ દ્વારા ઉચ્ચારવામાં આવી

જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરને પાઠવેલા આવેદન પત્રમાં વોર્ડ નં.4ના કોર્પોરેટર વકિલ આનંદભાઇ ગોહિલે જણાવ્યું હતું કે, જૂના રેલ્વે સ્ટેશનથી ભીમવાસ ઇન્દિરા માર્ગની બન્ને સાઇડના નાના ધંધાર્થી કે જે વર્ષોથી રેકડી, દુકાનો અને કાચા-પાકા મકાન બાંધીને રહે છે તેઓને મહાનગર પાલિકા તરફથી કોઇપણ જાતની નોટીસ કે જાણ વગર એસ્ટેટ શાખાના  દ્વારા જોહુકમીથી બન્ને સાઇડમાં ગેર-કાયદેસર રીતે જગ્યા ખાલી કરવાની ધમકી આપવામાં આવી છે તેવો આક્ષેપ કરાયો છે.

demolition-will-be-done-on-both-sides-of-the-old-railway-station-road
demolition-will-be-done-on-both-sides-of-the-old-railway-station-road

વધુમાં કહ્યું હતું કે આ વિસ્તારમાં મોટાભાગના ગરીબ અને દલિત લોકો નાનો ધંધો કરીને પોતાનુ ગુજરાત ચલાવે છે. તેમજ ટ્રાફિકને કોઇપણ જાતનું સ્વરૂપ નથી છતાં ચોક્કસ કારણોસર આ જગ્યા ખાલી કરાવવા કહેવામાં  છે તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે હાલમાં શરૂ સેકશન પાસે એક મોટુ ગેરકાયદેસર બાંધકામ થયું છે તેને અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

જૂના રેલ્વે સ્ટેશનથી ભીમવાસ ઇન્દિરા માર્ગની બન્ને સાઇડમાં જો જામ્યુકો દ્વારા ડીમોલેશન કરાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવું જામ્યુકોના કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં વોર્ડ  કોર્પોરેટર આનંદભાઇ ગોહિલે ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

વડાપ્રધાન મોદીના જન્મદિવસે કાલે બાલાચડીના દરિયા કિનારે સફાઈ અભિયાન

Nawanagar Time

જામનગરમાં ચોરી કરનાર બંને મહિલાઓની અટકાયત

Nawanagar Time

જામનગરમાં ડિવાઈડર સાથે સ્કૂટર અથડાતાં સ્કૂટરના ચાલાક યુવાનનું મૃત્યુ

Nawanagar Time

Leave a Comment