Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

દેશી માણસ જંગ-એ-જસદણના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા વિષે જાણો આ ખાસ અહેવાલ…

avsar nakiya jasdan election 2018 congress

જંગ-એ-જસદણ માં ગરમાયેલી પેટા ચૂંટણી ના કોંગ્રેસ ના ઉમેદવાર અવશર નકિયાના વર્તમાન પર એક નજર કરતા જાણવા મળ્યું કે પોતાના ઘરની દીવાલ પર એક ખુરશી ટીંગાડેલી છે, ટ્યુબ લાઇટ દોરીથી બાંધેલી છે, નથી કોઇ રાચરચીલું નથી કે ફળિયામા નથી કોઇ મોંઘીદાટ કાર કે બાઈક. એક ખૂણામાં પડેલી છકડો રીક્ષા મહેનતકશ અને શ્રમજીવી પરિવારનું ઘર હોવાની ચાડી ખાય છે. વિંછિયાના આસલપુરે ગામે આવેલા અવસર નાકિયાનું ઘર આ વિસ્તારમાં જોવા મળતાં અનેક ઘરો જેવું જ સાદું જણાય છે. એક સમયે સાઈકલ પર બેસીને પ્રચાર કરવા નીકળતા કુંવરજીભાઈ પણ આરંભે તેમની સાદગી માટે જાણીતા હતા. પરંતુ અઢી દાયકાના રાજકારણ પછી હવે તેઓ સંપન્ન થયા છે. બદલાયેલી લાઈફ સ્ટાઈલની ચમક ચહેરા પર પણ આવી છે. જ્યારે અવસર નાકિયા હજુ ય એવો જ ગ્રામ્ય ચહેરો અને વાણી-વર્તન જાળવી રહ્યા છે.

અવસરભાઈ લગભગ બે દાયકા જેટલાં સમયથી રાજકારણમાં સક્રિય હતાં અને હજુ હમણાં સુધી કુંવરજીનો જમણો હાથ ગણાતા હતા. કુંવરજીભાઈ 5 વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને જીત્યા. એ દરેક વખતે ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને કોળી સમાજમાં તેમના પ્રચારની સઘળી જવાબદારી હંમેશા અવસરભાઈએ જ સંભાળી છે. તેઓ કહે છે કે, ‘દરેક વખતે બાવળિયાએ જસદણનો શહેર વિસ્તાર જ સંભાળ્યો છે. તેમના માટે ગામડે ગામડે પ્રચાર તો મેં કર્યો છે. ગામડાઓમાં આજે પણ તેમના કરતાં લોકો મને વધુ સારી રીતે ઓળખે છે’ કદાચ એ જ કારણ છે કે માત્ર 7 ધોરણ ભણેલા નાકિયા જસદણ-વિંછિયા મતવિસ્તારના કુલ 105 ગામોનું ચૂંટણી ગણિત કડકડાટ ગણાવી શકે છે.

પલાંઠી મારીને કે ઊભડક બેસવા ટેવાયેલા નાકિયા કહે છે…

47 વર્ષિય અવસર નાકિયાને 5 દીકરી અને 1 દીકરો છે. તદ્દન સાદા ઘરમાં સોફો તો ઠીક પણ એકાદ સારી ખુરશી પણ નથી દેખાતી. અહીં લાંબી ઓસરીની ઠંડીગાર ટાઈલ્સ પર અવસરભાઈ આરામથી પલાંઠી મારીને વાતો કરે છે. તેમનો પરિવાર રાજકારણથી ખાસ માહિતગાર નથી. અવસરભાઈની રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ્યે જ દેખાય છે. અવસર નાકિયા કહે છે, ‘મારી પત્નીને ફક્ત એટલી જ ખબર છે કે કુંવરજીભાઈને જીતાડવામાં મારો સિંહફાળો રહેતો.’

એક સમયના સાથી હવે એકમેકની સામે

કુંવરજી બાવળિયાના શિષ્ય રહી ચૂક્યા હોવાને કારણે અવસર નાકિયા તેમના તમામ રાજકીય દાવપેચને સારી રીતે જાણે છે. કોળીસમાજમાં બંનેની પ્રતિષ્ઠા સરખી છે. કુંવરજીભાઈ દરેક સમાજના સારા-માઠાં પ્રસંગે પડખે ઊભા રહેવા માટે જાણીતા છે, તો નાકિયા પણ જસદણ વિસ્તારમાં સંકટ સમયની સાંકળ તરીકેની ખ્યાતિ ધરાવે છે. એક સમયે સાથે રહેલા બંને ઉમેદવારો આજે એકમેકની સામે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ જંગ કોની તરફેણમાં ઝુકશે એ રસપ્રદ બન્યું છે.

Related posts

બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર છાત્રોને ગાંધીનગર ધક્કા નહીં ખાવા પડે

Nawanagar Time

5 રાજ્યોના પરિણામો બાદ રેશ્મા પટેલે ભાજપ સામે માંડ્યો મોરચો…

Nawanagar Time

જયેશ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા બેંકની તમામ બેઠક ઇતિહાસમાં પ્રથમ વખત બિન હરીફ

Nawanagar Time

Leave a Comment