ખંભાળિયા : દ્વારકાથી આશરે દસ કિલોમીટર દૂર મેવાસા ગામના સરકારી ખરાબામાં બાવળની ઝાડીઓ વચ્ચે રાજેશભા આશાભા અને માનસિંગભા પબુભા નામના બે શખ્સો દ્વારા રાખવામાં આવેલા 50 લીટર દેશી દારૂ, 200 લીટર દારૂનો આથો તથા દારૂ બનાવવાના વિવિધ પ્રકારના સાધનો પોલીસે કબજે કર્યા છે. જો કે ઉપરોક્ત બન્ને શખસો પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે કુલ રૂપિયા 2,700 નો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ સામે ધોરણસર ગુનો નોંધ્યો છે.
previous post