Nawanagar Time
ગુજરાત જામનગર

કરોડો રૂપિયા ખર્ચવા છતાં લાખો લોકો પર શોક સર્કિટનું જોખમ.. કોણ જવાબદાર ?

despite-spending-the-amount-of-money-lakhs-of-people-are-at-risk-of-grief-syndrome

તમામ ટ્રાન્સફોમર્સને લોખંડની ગ્રીલથી કવર કરવાના ન હોવાથી ટ્રાન્સફોમર્સ જોખમી બન્યા

જામનગર:-હાલારમાં કુલ 100600  છે તેમાંથી 2287માં જ ‘શોક’ લાગશે… તે વાંચીને આશ્ર્ચર્ય લાગે પરંતુ વાસ્તવીકતા એ છે કે, તમામ ટ્રાન્સફોર્મરોને લોખંડની ગ્રીલથી કવર કરવાના નથી માટે હાલ તો અત્યારનું સાડા ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ વીજશોક લાગવાનું જોખમ તો ઝળુબતુ જ રહેશે.

જામનગર પીજીવીસીએલ સર્કલ જેનુ કાર્યક્ષેત્ર જામનગર અને દ્વારકા જિલ્લાનું  તેમાં કુલ 1 લાખ 600 ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરેલા છે આ ટ્રાન્સફોર્મરોથી ઘણી વખત લોકોને, વાહન અથડાવાથી કે પશુઓ અડકી જવાથી વીજશોક લાગવાના અકસ્માતના બનાવ બનતા હોય છે અને કયારેક તે જીવલેણ બનતા હોય છે.

આવા અકસ્માત રોકવા માટે એકટર પાંચ બાય પાંચની લોખંડની ગ્રીલ ફીટીંગનું કામ કોર્પોરેટ ઓફીસ દ્વારા  આર.એન.સી. અને વડોદરાની અગ્નીફાયબર એજન્સીઓને જામનગર જિલ્લામાં કામ સોપવામાં આવ્યુ છે.

જેમાં શહેરમાં 980 ટ્રાન્સફોર્મરોને ગ્રીલ લગાડાશે તથા જિલ્લા (બંને)માં મળીને 1307ને ગ્રીલ લગાડાશે જેમાં શહેરમાં 429 સ્થળોએ અને જિલ્લામાં 740 સ્થળોએ કામ પુરૂ થયુ છે જેના રૂા.5 કરોડ 40 લાખ ચુકવાયા છે અને બાકીના કામના રૂા.9 કરોડ 35  ચુકવવાના થશે.

આ કામગીરી દરેક સબ ડિવિઝન હેઠળ થતી હોય જે-તે સબડિવિજનના ઇજનેરને તે કામગીરી ચેક કરવાની થાય, કમ્પ્લીશન-બીલ પાસ કરવા વગેરે કરવાનું થાય છે. એક ગ્રીલનો ખર્ચ રૂા.40 હજાર જેટલો થાય છે હવે પ્રશ્ર્ન એ છે કે તમામ વીજ લાઇનોથી પણ દૂર રહેવાનું હોય છે કેમ કે તે  ત્યારે જોખમી બની રહે છે તો ટ્રાન્સફોર્મરો પણ જોખમી બની શકે તેમાંથી માર્ગ સવા બે ટકામાં જ ગ્રીલ નાખવાથી સલામતી જળવાયેલી રહે અને બાકીના સ્થળોનું શું તો પછી રૂપિયા સાડા ચૌદ કરોડનો ખર્ચનો નકામો જ જાયને કેમ કે પુરતી સલામતીનો પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો નથી. જોકે તંત્રનું એવું કહેવાનું  કે ધીમે ધીમે આ કામગીર વધતી જશે અને જરૂર પડયે વધુ કામ અપાશે કેમ કે નાગરીકોની સલામતી એ હોય અગ્રતાની બાબત હોઇ જરૂર પડયે ચોકકસ વધુ કવરેજ કરાશે. બીજો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે કોર્પોરેશન કે સુધરાઇની આટલી જગ્યા ઉપયોગમાં લેવાની મંજુરી લેવાઇ નથી.

વધુ ‘જોખમી’ કવર કરાયા: ‘ગુણવતા’નું શું?

જ્યાં વધુ ભીડભાડ રહેતી હોય, વધુ પાર્કીગ હોય, શાક મારકેટ કે એવા સ્થળ હોય, પશુઓ વધુ એકઠા થતા હોય તેવા ટ્રાન્સફોર્મરોના ઇન્સ્ટોલેશન હાલ તો નક્કી કરાયા છે જેથી જોખમ ટળે તેવુ તંત્રનું કહેવુ છે. તયારે ‘આ’ જ સ્થળ ‘જોખમી’ છે તે  કેવી રીતે થાય અને વીજ પુરવઠો તો દરેકમાં વહે છે જ્યાં ગમે ત્યારે પશુઓ, વાહનો ‘ટચ’ થઇ જ શકે તો માત્ર સવા બે ટકા કવરેજ શા માટે? તે સવાલ છે. બીજો જાણકારોમાંથી ઉઠતો સવાલ ગુણવતાનો છે તે ચેક કરવામાં આવે છે કે કેમ? અને જંગી ખર્ચ બાદ સલામતી જળવાઇ  છે કેમ? તે સવાલ છે કેમકે આટલા જંગી ખર્ચ બાદ આ ગ્રીલ સાથે અમુક પશુઓ બાંધે છે, અમુક કપડા સુકવે છે તેવું બ્રીજ વિભાગના કર્મચારીઓએ જોયેલુ છે આમાં સલામતી કેમ જળવાશે?

Related posts

જામનગર લોકસભા-વિધાનસભા ચૂંટણી જંગમાં ઉમેદવારોનો રાફડો

Nawanagar Time

જામનગરમાં વડાપ્રધાન મોદીના પૂતળા દહનનો પ્રયાસ નિષ્ફળ બનાવતી પોલીસ

Nawanagar Time

જામનગરમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓ પકડાઈ

Nawanagar Time

Leave a Comment