Nawanagar Time
ગુજરાત જામનગર

વિકાસની ગાડી રીવર્સ ગિયરમાં: જામનગરમાં 37 વર્ષમાં ફકત બે ટીપી સ્કીમ

development-in-jamnagar-reverse-gear-only-two-tp-schemes-in-37-years

ટાઉન પ્લાનિંગ સ્કીમના અભાવે શહેરીજનો પહોળા રસ્તા, આરોગ્ય, રહેઠાણ, મનોરંજનના લાભથી વંચિત: જામનગર શહેર 10 વર્ષ પાછળ

જામનગર:-વિકાસની વાતો વચ્ચે જામનગર મહાનગરપાલિકાના શાસકોની દુરંદેશીના અભાવે વિકાસની ગાડી રીવર્સ ગીયરમાં ચાલી રહી હોય તેવી સ્થિતી વચ્ચે છેલ્લા 37 વર્ષમાં શહેરમાં ફકત બે જ ટીપી સ્કીમ અમલમાં આવી છે પરિણામ સ્વરૂપ શહેરના નાગરીકોને પહોળા રસ્તા, આરોગ્યને લગતી સેવાઓ, બાગ બગીચા સહિતની સુવિધાઓ  નથી અને જામનગરનો વિકાસ 10 વર્ષ પાછળ ઠેલાયો હોવાનું બુદ્ધિજીવીઓ જણાવી રહયા છે.  વર્ષ 1981 માં નગરપાલિકામાંથી જામનગર મહાનગરપાલિકા બન્યા બાદ એટલે કે 37 વર્ષમાં ફકત બે ટાઉન પ્લાનીંગ સ્કીમ બનતા અને તેનું અમલીકરણ થતાં રાજયના અન્ય શહેરોની સરખામણીએ જામનગર વિકાસમાં 10 વર્ષ પાછળ ચાલી રહ્યું છે.

ટાઉન પ્લાનીંગ  અભાવે શહેરીજનો પહોળા રસ્તા, આરોગ્ય, રહેઠાણ, મનોરંજનના લાભથી વંચિત છે તો જામનગર શહેરના ગીચ વિસ્તારો વધુ ગીચ બનતા ટ્રાફીક સહીતની સમસ્યાનો અજગરી ભરડો લીધો છે. છતાં જામ્યુકોનું તંત્ર ટીપી સ્કીમમાં ઉદાસીન હોય શહેરીજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

નવાઇની વાત તો એ છે કે, જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2014 માં  વિસ્તારો ભળ્યા હતાં.મનપામાં ભળ્યા તે પહેલાં જાડા દ્વારા 7 ટીપી સ્કીમ બનાવામાં આવી હતી.ત્યારે જાડાની સરખામણીએ મનપાએ ફકત બે ટીપી સ્કીમ બનાવતા અનેક સવાલો અને શંકા ઉઠી છે.

ટાઉન પ્લાનીંગ સ્કીમથી અન-ઇવન સર્વે નંબર અને સાંકડા ગાડા માર્ગો દૂર થતાં લોકોને પહોળા રસ્તા, હોસ્પિટલ, એમ્યુઝમેન્ટ પાર્ક,આવાસ સહીતની સુવિધા સરળ  ઉપલબ્ધ થાય છે. શહેરનો સમતોલ વિકાસ થાય છે. ટીપી સ્કીમએ લાંબા ગાળાની ફાયદાકારક યોજના છે. જેના અમલીકરણ બાદ જમીનના ભાવ વધે છે. રાજકોટ,અમદાવાદ,સુરત જેવા શહેરોમાં લોકો અને ખેડૂતો સામેથી ટીપી સ્કીમ માંગી રહ્યા છે. જયારે જામનગરમાં લોકજાગૃતિનો અભાવ છે

Related posts

સમર્પણ હોસ્પિટલ દ્વારા બીજા રાઉન્ડમાં બે લાખ કિલો ગ્રામ ઘઉં વિતરણ કરાશે

Nawanagar Time

જામનગરમાં 20,000 વાહનો ફિટનેશ વિના ફરી રહ્યા છે

Nawanagar Time

પડતર માંગણીઓ સંદર્ભે કાળી પટ્ટી ધારણ કરતાં કર્મચારીઓ

Nawanagar Time

Leave a Comment