Nawanagar Time
ગુજરાત

અમુક લોકો નો જાણે જૂગાર જ રાષ્ટ્રીય ખેલ છે..ભાણવડમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ..

dhamadhamti-gambling-club-caught-in-bhanvaddhamadhamti-gambling-club-caught-in-bhanvad

એલસીબી ટીમે રૂા.4,82,100ના મુદ્દામાલ સાથે પાંચ શકુનીઓને ગીરફતમાં લીધા

ભાણવડ:-ભાણવડ તાલુકાના કબરકા ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર જિલ્લા એલસીબીએ બાતમીને આધારે દરોડો પાડી પાંચ શખ્સોને દબોચી લીધા હતા અને તેમના કબ્જામાંથી રોકડ તથા એક કાર મળી કુલ રૂા.4,82,100ના મુદામાલ  લેવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીનો સ્ટાફ ભાણવડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના મશરીભાઇ આહિર, બોઘાભાઇ કેશરીયા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી પુર્વ બાતમીને આધારે એલસીબી પીઆઇ એમ.ડી. ચંદ્રાવાડિયાની સુચનાથી પીએસઆઇ વી.એમ. ઝાલા તથા સ્ટાફના બી.બી. જાડેજા, એચ.એમ. મલેક, બી.એચ. જોગલ, અરજણભાઇ આહિર, મશરીભાઇ આહિર, અરજણભાઇ મારૂ, કેશુભાઇ ભાટીયા,  કેશરીયા, વિપુલભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઇ ચાવડા, પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફે રેઇડ કરતા નારણભાઇ રણમલભાઇ નંદાણીયાની માલિકીના મકાનમાં બહારથી માણસો બોલાવીને તીનપતિ રોન પોલીસ નામનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો અને મકાન માલિક નારણ રણમલ ઉપરાંત મેરામણ ભોજા મારીયા રે. શેઢાખાઇ તા. ભાણવડ, કરણ દેવશી  રે. લાલપુર, પાલા દેવાણંદ નંદાણીયા રે. કબરકા, તા. ભાણવડ તથા રામદે દેવાણંદભાઇ ચેતરીયા રે. શેઢાખાઇ તા. ભાણવડ વાળાઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન રૂા.82,100 રોકડા તથા 4 લાખની કિંમતની હ્યુન્ડાઇ કંપની આઇ-10 કાર કબ્જે કરવામાં આવેલ હતી. પીએસઆઇ વી.એમ. ઝાલાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે  પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related posts

માછલી ઘર, પક્ષી ઘર જોનારા જૂજ; ખર્ચ લાખોના છતાં ઓડિટથી બાકાત..!

Nawanagar Time

પાસપોર્ટ વેરિફીકેશન માટે મહિલાઓને પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુકિત

Nawanagar Time

સેવા સદનમાં ઉધઈ ટ્રીટમેટ કરાવવાનો ખર્ચ 94,400

Nawanagar Time

Leave a Comment