Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સના પ્રદૂષણ મુદ્દે હાર્દિક-ધારાસભ્ય ધારવિયાના મત જૂદા!

dharavis-opinion-on-ril-pollution-issue-is-different

હાર્દિક કહે છે કે, રિલાયન્સના કારણે વરસાદ થયો: ધારાસભ્ય કહે છે કે, ગત વર્ષે સૌથી વધુ વરસાદ રિલાયન્સ નજીક

રિલાયન્સ રિફાઈનરીના જગજાહેર પ્રદૂષણ મામલે પોતાને ફરિયાદ મળી ન હોવાનો સૂર વ્યકત કરતાં આશ્ર્ચર્ય સર્જાયું

જામનગર:-aતાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે ધારાસભ્યનો સાથ સહકાર માંગી પ્રદુષણ ઓકતી રિલાયન્સ રિફાઇનરી વિરૂઘ્ધ જંગ  જાહેર કર્યાના અઠવાડિયામાં જ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાના સુરતાલ ફરી ગયા છે. રિલાયન્સના કારણે આજુબાજુના 40 ગામોમાં ઓછો વરસાદ થતો હોવાના હાર્દિક પટેલના આક્ષેપનું ખંડન કરી ધારાસભ્ય ધારવીયાએ ગત વર્ષે રિલાયન્સની આજુબાજુમાં બેસુમાર વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું.

જામનગર જિલ્લામાં ખેડૂતોના અધિકાર મુદ્ે હાર્દિક પટેલે લડતનું રણશીંગુ ફુંકયાના  જ ખેડૂતોના હકક અધિકારો કોરાણે મુકી દેવામાં આવ્યા હોવાની સ્થિતી વચ્ચે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાએ જાહેર સભામાં હાર્દિક પટેલે રિલાયન્સ કરેલા આક્ષેપોનું આશ્ર્ચર્યજનક રીતે ખંડન  કરી નાખી રિલાયન્સને કલીનચીટ આપી હતી.

‘નવાનગર ટાઇમ’ સાથેની વાતચીતમાં ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાએ જણાવ્યું હતું કે, ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે રિલાયન્સ રિફાઇનરીના  વરસાદ ઓછો પડતો હોવાનું જે વાત કરી હતી તે યોગ્ય નથી કારણ કે ગત વર્ષે સૌથી વધુ વરસાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજુબાજુના ગામોમાં થયો હતો.

જો કે, રિલાયન્સ રિફાઇનરીના કારણે આજુબાજુના ગામોમાં પ્રદુષણની માત્રા વધી હોવાની વાત જગજાહેર છે અને આ મુદ્ે હાર્દિક પટેલે લડત આપવાની જાહેરાત કરી છે ત્યારે  વલ્લભભાઇ ધારવીયાએ જણાવ્યું હતું કે હજુ સુધીમાં રિલાયન્સ વિરૂઘ્ધ પ્રદુષણ ફેલાવવા અંગેની કોઇ ફરિયાદ તેઓને મળી નથી. અને જો આવી ફરિયાદ મળે તો તેઓ ચોકકસપણે સંકલન અને ફરિયાદની બેઠકથી લઇ વિધાનસભા સુધી પ્રશ્ર્ન ઉઠાવે તેમ હોવાનું તેઓએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે ઉપસ્થિત ચારેય  ખેડૂતોના હકક અને અધિકાર મુદ્ેની લડતમાં સાથ સહકાર આપવાની સાથે સાથે ખેડૂતોના મુદ્ે સરકારમાં અને ખાસ કરીને વિધાનસભામાં પ્રશ્ર્નો ઉઠાવવા સ્પષ્ટપણે કહ્યું હતું તો બીજી તરફ આ ખેડૂત સંમેલનના અઠવાડિયા બાદ જ ધારાસભ્યના સુર બદલી જતાં આશ્ર્ચર્ય સજાર્યું છે.

Related posts

સરકારે પંચાયતી આરોગ્ય કર્મચારીની કદર ન કરતા રોષ: આંદોલનની ચીમકી

Nawanagar Time

ધ્રોલ મુસ્લિમ જમાત દ્વારા શિક્ષણની જાગૃતિ માટે પુસ્તક વિમોચન સમારોહ

Nawanagar Time

લૉકડાઉનમાં પોલીસે જપ્ત કરેલ ટોબેકો, પાન-મસાલા, સોપારીની માહિતી મંગાતા ખળભળાટ

Nawanagar Time

Leave a Comment