Nawanagar Time
સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાને આપી ધોનીએ શાનદાર પાર્ટી

dhoni-is-the-coolest-party-to-team-india

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની વન-ડે શ્રેણી ચાલી રહી છે. શ્રેણીની ત્રીજી વન-ડે 8 માર્ચે એમએસ ધોનીના હોમગ્રાઉન્ડ રાંચીમાં રમાશે. શ્રેણીની બંને મેચ જીતીને ભારતીય ટીમ જોશમાં છે. ત્રીજી મેચ પહેલા ટીમ ઇન્ડિયા રાંચીમાં જોરદાર મસ્તી કરતા જોવા મળી હતી.

રાંચી શહેરથી 15 કિલોમીટર દૂર મહેન્દ્રસિંહ ધોનીના ફાર્મ હાઉસ ‘કૈલાશપતિ’માં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ ડિનરનું આયોજન ધોની અને સાક્ષીએ કર્યું હતું.

કેપ્ટન કોહલીએ ધોની દ્વારા આપેલી પાર્ટીનો ઉલ્લેખ સોશિયલ મીડિયા ઉપર કર્યો છે. કોહલીએ એક તસવીર શેર કરી છે જેમાં કોહલી અને ધોની સિવાય કુલદીપ યાદવ, ચહલ અને રિષભ પંત જોવા મળી રહ્યા છે. કોચ રવિ શાસ્ત્રી પાછળ ઉભેલા જોવા મળે છે.

ચહલ, શિખર ધવન, વિરાટ કોહલી અને મોહમ્મદ શમીએ આ ડિનરની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ દરમિયાન સુંદર અંદાજમાં ડિનર ટેબલને સજાવવામાં આવ્યું છે. જેના ઉપર જોરદાર લાઇટિંગ છે. ટેબલ ઉપર ઘણી બધી કેન્ડલ પણ જોવા મળે છે.

Related posts

મેં ક્યારેય નથી કહ્યું કે ભારત જાણી જોઇને હાર્યુ: બેન સ્ટોક્સ

Nawanagar Time

ચાલુ વર્ષે IPL યોજાવાની પૂરી શક્યતા: શિખર

Nawanagar Time

સચિન અને લક્ષ્મણને સમન્સ, BCCI લોકપાલની સામે 14 મેનાં રોજ હાજર થશે

Nawanagar Time

Leave a Comment