Nawanagar Time
સ્પોર્ટસ

રોયલ રમ્બલ મેચમાં માર્રી ધોનીએ સરપ્રાઈઝ એન્ટ્રી

dhonis-surprise-entry-into-the-royal-rumble-match

એમએસ ધોની આ સમયે ન્યૂઝીલેન્ડમાં છે તો બીજી બાજુ રોયલ રમ્બલ રમાવા જઈ રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આ બંનેમાં શું કનેક્શન છે. WWE પોતાના પીવીવી રોયલ રમ્બલને વધુ ફેમસ બનાવવા માટે અલગ-અલગ રીતે પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. હવે WWEએ ફેંસને પૂછ્યું કે શું તમે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીને 30 મેન રોયલ રમ્બલમાં જોવા માંગો છો કે નહીં.

હાલમાં જ ક્રિકેટ વર્લ્ડ કપે ધોનીની પ્રશંસા યુનિવર્સલ ચેમ્પિયન બ્રોક લેસનરના સ્ટાઈલમાં કરી હતી તે બાદ તેમના એડવોકેટ થોડા નારાજ થઇ ગયા અને રોયલ્ટીની માંગણી કરી રહ્યા હતા. ધોનીની પ્રશંસામાં “Eat – Sleep – Finish Games – Repeat”નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે લેસનર માટે હેમન “Eat – Sleep – Conquer – Repeat”નો ઉપયોગ કરતા રહે છે. તે બાદ ICCએ હેમનને વર્લ્ડ કપની ટિકિટની પણ ઓફર કરી હતી.

હાલમાં રોયલ રમ્બલને જોતા WWEએ ICC અને પોલ હેમનના ટ્વીટને લઈને ભારતીય ફેંસને સવાલ કર્યો છે કે શું તમે ધોનીને રોયલ રમ્બલમાં જોવા માંગો છો કે નહીં. પરંતુ ફેંસના અલગ-અલગ જવાબો સામે આવ્યા છે.જો રિયલમાં ધોની રોયલ રમ્બલમાં આવી ગયા હોય તો શું થાય. અત્યારે, ધોની ન્યૂઝીલેન્ડ ટૂર પર છે અને થોડા સમય સુધી ત્યાં જ રહેવાના છે. 28 જાન્યુઆરીએ ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની ત્રીજી વનડે મેચ રમશે. 27 જાન્યુઆરી (ભારત 28 જાન્યુઆરી)એ રોયલ રમ્બલ યોજાવાની છે. તો સ્પષ્ટ છે કે ધોનીનું આવવું પીપીવીમાં મુશ્કેલ છે, જોવાનું રહેશે કે ધોની કેવી રીતે આનો જવાબ આપશે.

Related posts

હરભજનનો એક ફડાકો બસ થઇ પડ્યો

Nawanagar Time

આગામી ટી-20 વર્લ્ડકપમાં 20 ટીમ રાખવા ICCની વિચારણા

Nawanagar Time

રાજસ્થાન રૉયલ્સ તેના જુના કોચને ફરી લીધા,ક્લિક કરી વધુ જાણો …

Nawanagar Time

Leave a Comment