Nawanagar Time
ગુજરાત જામનગર

ધ્રોલ ડેપો મેનેજર અને દ્વારકા હેડ મિકેનિક સસ્પેન્ડ

dhrol-depot-manager-and-dwarka-head-mechanic-suspended

સસ્પેન્ડ હુકમના કાગળમાં કોઇ ચોકકસ કારણ ન રજૂ કરાતા સસ્પેન્ડ કર્મી મૂંઝવણમાં

જામનગર:-ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા ધ્રોલ ડેપો મેનેજર તથા દ્વારકા હેડ કલાર્કને ચાલી રહેલ ખાતાકીય તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ વિભાગીય નિયામક દ્વારા કરાયા છે.

જામનગર વિભાગીય નિયામક આકરા પાણીઓ હોય તેમ ધ્રોલ ડેપો મેનેજર આર.એ. શેખ તથા દ્વારકા  મિકેનીક તરીકે ફરજ બજાવતા રણછોડભાઇ આર. કણઝારીયા વિરૂધ્ધ ચાલી રહેલ ખાતાકીય તપાસ દરમિયાન તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવતા એસટી વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી. આ બન્ને કર્મચારીઓને સસ્પેન્શન સમય દરમિયાન હાલમા મળતા પગારને બદલે સર્વિસ રેગ્યુલેશનની કલમ નં. 83બી મુજબ 50 ટકા પગાર તથા તેની ઉપર  ભથ્થા સસ્પેન્ડ એલાઉન્સ તરીકે ચુકવવામાં આવશે અને યોગ્ય સતાધીકારીની મંજુરી વગર હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહી તેમ જણાવ્યુ હતું.

જામનગર વિભાગીય નિયામક મુકેશ રાવલ દ્વારા ધ્રોલ ડેપો મેનેજર સહિત દ્વારકા હેડ મિકેનીકને ખાતાકીય તપાસ દરમિયાન સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યેા છે પરંતુ હુકમના કાગળમાં કોઇ ચોકકસ કારણ ન રજુ  આ અંગે અનેક કર્મચારીઓમાં પ્રશ્ન ઉભો થયો છે ત્યારે સસ્પેન્ડ અધિકારીએા પણ આ અંગે મુંઝવણમાં મુકાયા છે.

Related posts

જામનગર મહાનગરપાલિકાને કોરોના ફળ્યો!

Nawanagar Time

ધારાસભ્ય વલ્લભ ધારવિયા, વિપક્ષી નેતા કાસમ ખફી સહિત 7 આગેવાનોની અટકાયત

Nawanagar Time

12.5 ડીગ્રી સાથે જામનગર ઠંડીમાં ઠૂંઠવાયું: હજી ત્રણ દિવસ અસર રહેશે

Nawanagar Time

Leave a Comment