Nawanagar Time
ગુજરાત જામનગર

ધ્રોલમાં પતિ, પત્ની ઓર વોના કિસ્સામાં પૂર્વ પ્રેમીના ત્રાસથી પતિએ કર્યો આપઘાત

dhrol-husband-wife-husband-committed-suicide-in-the-case-of-the-nasties-waugh-former-lover

પત્નીએ પોલીસમાં પૂર્વ પ્રેમી સામે નોંધાવી ફરિયાદ

જામનગર:-ધ્રોલમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના લગ્નજીવન બાદ પણ તેને પોતાની બનાવવા પૂર્વ પ્રેમિકાના પતિને અવાર નવાર દુખ ત્રાસ આપી, પૂર્વ પ્રેમિકાના ફોટા બતાવી તેને છોડી દેવા પતિને મજબૂર કરતો હોવાથી પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પત્નીએ પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ગાયત્રીનગર વિસ્તારમાં નસીબ પાન ઘરની બાજુમાં રહેતા પિયુષ ઉર્ફે સલિમ સોલંકી (ઉ.વ.22)ની પત્ની સલીનાનું લગ્ન જીવન પહેલા ધ્રોલમાં જ રહેતો ઇદ્રિશ ઇકબાલભાઈ સિપાઈ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ સલીનાના લગ્ન પિયુષ ઉર્ફે સલિમ સોલંકી સાથે થયા હતા. સલીનાના લગ્ન બાદ પણ પૂર્વ પ્રેમી ઇદ્રિશ પોતાની પ્રેમીકાને તેના પતિ પીયૂષ ઉર્ફે સલિમ સામે અવાર નવાર ફોન કરી પોતાની સાથે લગ્ન કરી લેવા કહેતો. આટલું જ નહીં પૂર્વ પ્રેમિકાના ફોટા પોતાના મોબાઇલમાથી તેના જ પતિ પિયુષ ઉર્ફે સલિમને બતાવતો અને તેની પત્ની સાથે લગ્ન જીવન છોડી દેવા કહેતો અને  તું સલીનાને મૂકી દેજે એ પહેલાથી જ મારી છે  તેમ કહી દુખ ત્રાસ આપતો. જેથી આખરે કંટાળી પતિ પિયુષ ઉર્ફે સલિમએ પોતાના મકાને ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ પત્ની સલીનાએ આરોપી ઇદ્રિશ ઇકબાલભાઈ સિપાઈ સામે ધ્રોલ પોલીસ મથકમાં પોતાના પતિને મરવા મજબૂર કરવા અંગેનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી ઇદ્રિશ સિપાઈની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

લોકડાઉનમાં યશોદામૈયાની ભૂમિકા નિભાવતા આંગણવાડી કાર્યકર બહેનો

Nawanagar Time

જામનગરની પેઢી જીએસટીની ઝપટે

Nawanagar Time

જિલ્લામાં 300થી વધારે રેવન્યુ કર્મચારીઓની આંદોલનની ચિમકી

Nawanagar Time

Leave a Comment