Nawanagar Time
ગુજરાત જામનગર

બ્લડ સેમ્પલ દ્વારા કરવામાં આવતું કેન્સરનું નિદાન

diagnosis-of-cancer-by-blood-samples

સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર જી. જી. હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી દ્વારા કેન્સરની તપાસ

જામનગર:-જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી. જી. હોસ્પિટલ આવેલી  અહીં નિયમિતપણે આવતાં દર્દીઓનું પેથોલોજી વિભાગ દ્વારા લોહી, પેશાબ, ઝાડાની તપાસ કરવામાં આવે છે. નિયમિત અહીં 800 જેટલા દર્દીઓ લેબોરેટરીમાં લાભ લેતાં હોય છે. પેથોલોજી વિભાગના વડા ડો. વિજય પોપટ જણાવે છે કે, અહીંયા કોઇપણ જગ્યાએ ન થતાં હોય તેવા કેન્સરના લોહીની તપાસ અહીં કરવામાં આવે છે

જામનગરની જી.  હોસ્પિટલમાં તાજેતરમાં તાવ, શરદી, ઉધરસ સહિતના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ડોકટરો દ્વારા અહીં આવતાં દર્દીઓની લોહી, પેશાબની તપાસ કરવાનું કહેવામાં આવતાં અહીંના પેથોલોજી વિભાગની નિયમિત 700 થી 800 દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને એક મહિનામાં 25,000 થી વધુ દર્દીઓ અહીં લોહીની તપાસ કરાવતાં થયા છે. સામાન્ય તાવ,  ઉલ્ટી, ડોકટરોની સલાહ અનુસાર અહીં લેબોરેટરી ખાતે દર્દીની તપાસ કરવામાં આવે છે.

diagnosis-of-cancer-by-blood-samples
diagnosis-of-cancer-by-blood-samples

અત્રે નોંધનિય છે કે, ઘણા બધા કેન્સરના લોહીની તપાસના રિપોર્ટ કોઇ જગ્યાએ ન થતાં હોય તેવા રીપોર્ટ જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સર, આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કે અંડકોષનું કેન્સર હોય તો  તપાસ દ્વારા એ જાણી શકાય તેવી ટેકનોલોજી જામનગરની જી. જી. હોસ્પિટલ પાસે છે. ઉપરાંત અહીં બ્લડ કેન્સર સિવાયના કોઇપણ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. ગુજરાત રાજયના કોઇપણ જગ્યાએ એમ્યુનો કેમેસ્ટ્રી એ લોહીની તપાસ જામનગરની એક માત્ર જી. જી. હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે. અહીં નિયમિત સવારે 10 થી 1 અને  4 થી 6 દરમ્યાન લેબોરેટરી વિભાગમાં દર્દીઓને વિનામૂલ્યે લોહી, પેશાબ, ઝાડાની તપાસ ડોકટરની સલાહ અનુસાર કરી આપવામાં આવે છે.

Related posts

જામનગરમાં ઈલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ-સર્કિટથી આગ: ભારે દોડધામ

Nawanagar Time

સાધના કોલોનીમાં નોવેલ્ટી સ્ટોરમાં આગ: ત્રણ લાખનું નુકસાન

Nawanagar Time

રશિયાની નયારા એનર્જીને હાઈકોર્ટની ફટકાર

Nawanagar Time

Leave a Comment