Nawanagar Time
અજબ-ગજબ

જાણો,ચંદ્રની ઉત્પતિ કંઇ રીતે થઇ?જાણીને થસે અચરજ…

did-you-know-that-the-moon-is-the-origin-of-the-moon

અબજો વર્ષો અગાઉ પૃથ્વી સાથે થિયા ગ્રહની ટકકર બાદ થયેલા મોટા બદલાવને પરિણામે ચંદ્રનો ઉદભવ થયો હતો

ચંદ્રની ઉત્પતિ અંગે અનેક સંશોધનો થયા છે અને દરેક સંશોધનમાં કંઇક નવું જાણવા મળ્યું છે જો એ, આ તમામ સંશોધનોમાં એક વાત કોમન છે અને તે એ છે કે ચંદ્રનો ઉદભવ પૃથ્વી સાથે કોઇ ગ્રહની ટકકરને કારણે થયો છે. હાલમાં જે ચંદ્રની ઉત્પતિ અંગે કરવામાં આવેલા સંશોધનમાં પણ આ જ વાત સામે આવી છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અબજો વર્ષો અગાઉ એક મોટો ગ્રહ પૃથ્વી સાથે અથડાયો હતો. જેના પરિણામ સ્વરૂપ ચંદ્રનો જન્મ થયો હતો. સંશોધકો પોતાના આ સિધ્ધાંત અંગે જણાવે છે કે, એપોલોના અંતરિક્ષ યાત્રીઓ દ્વારા લાવવામાં આવેલા ખડકોના ટુકડાના પરિક્ષણ પરથી આ વાત જાણવા મળી છે. આ ખડકોના ટુકડાઓ પર થિયા નામના ગ્રહની નિશાનીઓ દેખાય છે. સંશોધકો અનુસાર તેમના સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે ચંદ્રની ઉત્પતિ ટકકર બાદ થયેલા મોટા બદલાવનું પરિણામ હતું.

આ સંશોધન અંગે એક સાયન્સ મેગેઝિનમાં આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રની ઉત્પતિ ખગોળીય ટકકરનું પરિણામ હતું.જો કે, તે કોઇ નવો સિધ્ધાંત નથી કારણ કે, એવું પહેલાથી જ માનવામાં આવે છે કે ચંદ્રનો ઉદય નથી જોયું. ખગોળીય ટકકરના પરિણામ સ્વરૂપ થયો હતો જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે, જયારે કેટલાક લોકો એવું કહેવા માંડયા હતા. આ અંગે ડૉકટર મહેશ આનંદે જણાવ્યું હતું કે પૌરાણિક ગ્રીક કથાઓમાં સીલીનને ચંદ્રની માતા કહેવામાં આવતી હતી અને તેના નામ પરથી જ આ ગ્રહને થિયા નામ આપવામાં આવ્યું હતું.

આ થિયરી સૌથી સરળ છે અને તે કોમ્પ્યુટર સિમ્યુલેશન સાથે પણ મેચ થાય છે. પરંતુ તેની સૌથી મોટી મુશ્કેલી ેએ છે કે, હજુ સુધી કોઇએ પણ થિયાના અસ્તિત્વનું પ્રમાણ ચંદ્રના ખડકોમાં નથી જોયું. ચંદ્ર પર થિયાના નિશાન મળ્યા છે અને તેની સંરચના લગભગ પૃથ્વી જેવી જ છે. સંશોધકોની ટીમનું નેતૃત્વ કરનાર યુનિવર્સિટી ઓફ ગોટિંગેનના ડૉ. ડેનિયલ હેવાટેજમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઇને પણ આ ટકકર સિધ્ધાંતના આટલા નકકર પુરાવા મળ્યા ન હતાં. ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર હેલિડે એવા વિજ્ઞાનીઓ પૈકીના એક છે જેઓ એ જોઇને ચકિત છે કે ચંદ્રના ખડકો પરથી મળેલ થિયાની સામગ્રી અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબજ ઓછું અને સૂક્ષ્મ છે. ઓપન યુનિવર્સિટીના ડૉકટર મહેશ આનંદ આ સંશોધનની રસપ્રદ વાતો જણાવતા કહે છે કે, હાલનું તથ્ય ચંદ્ર પરથી લાવવામં આવેલા ત્રણ ખડકોના નમૂનાઓના આધાર પર જ આંકવામાં આવ્યું છે. આથી આપણે આ ત્રણ ખડકોને જ ચંદ્રના પ્રતિનિધિ માનવાની ભૂલ કરવી જોઇએ નહીં અને સાચી હકિકત જાણવા માટે ચંદ્રના જુદા -જુદા જરૂરી છે. એક અન્ય સિધ્ધાંત અનુસાર થિયા આકારમાં ઘણો મોટો ગ્રહ હતો.

નેધરલેન્ડની ગ્રોનિજેન યુનિવર્સિટીના પ્રોફેસર રાવ ડી. મેઇઝરના વધુ એક વિવાદીત સિધ્ધાંત અનુસાર પૃથ્વીની સપાટીથી લગભગ 2900 કિ.મી. નીચે બરાબર વચ્ચેના વિખંડનના ફળસ્વરૂપ પૃથ્વીની ધૂળ અને પોપડા અંતરિક્ષમાં ઉડયા હતા અને ધૂળ તથા પોપડાના મિશ્રણથી ચંદ્રનો જન્મ થયો હતો. તેઓ કહે છે કે જે અંતર અંગે કહેવામાં આવી રહયું છે તે ખૂબ સૂક્ષ્મ છે. ચંદ્રનું નિર્માણ કઇ રીત થયું એ બાબતે આપણે હજુ યોગ્ય સ્પષ્ટતા ધરાવતા નથી. આથી એ જરૂરી છે કે, આપણે ચંદ્ર પર જઇએ અને તેના તળ સુધી જઇ અંતરિક્ષમાં આવતા વંટોળ અને ખગોળીય પ્રભાવોથી પ્રદુષિત નથી તેવી જમીન વિશે માહિતી મેળવી તે અંગે સંશોધનો કરીએ.–––

how-did-the-moon-originate
how-did-the-moon-originate

આકાશમાં ચાંદ જોઇને જો એને ઘરની અંદર સજાવવાનું મન થતું હોય તો હવે એ સપનાને સાકાર કરી શકાશે. કારણ કે, આ હિલિંગ મુનલાઇટની રોશની બાર જુદી જુદી પેટર્નમાં રેન્જ થાય છે અને આ બધુ તમે એક રિમોટ ક્ધટ્રોલની મદદથી કાબુમાં કરી શકો છો. એટલે કે ચાંદની રોશની પણ હવે તમારા ઇશારા પર બદલાશે. આ ચાંદમાં આબેહુબ ચાંદ જેવી જ ડીટેલિંગ પણ કરવામાં આવી છે. તો હવે ઘરમાં નાઇટ લેમ્પને બદલે ચાંદની રોશની ફેલાવો. જેથી ઘરના બંધ કમરામાં પણ ખુલ્લા આકાશની ફીલીંગ આવે. કિંમત 799 રૂપિયા કયાં મળશે? આ પ્રોડકટ તમે ૂૂૂ.ફફષશસશયિંળ.ભજ્ઞળ પરથી ઇન્ટરનેટ દ્વારા ઓર્ડર કરીને મંગાવી શકો છો.

Related posts

ડાન્સ પે ચાન્સ : સતત 126 કલાક નૃત્ય કરી યુવતિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Nawanagar Time

મેક્સિકો પોલીસે સાઇકલો અને ઘોડા પર પેટ્રોલિંગ શરૂ કર્યું,જાણો શું હતું તેનું કારણ…

Nawanagar Time

છ વર્ષ લાંબુ લૉકડાઉન ભાગ-2

Nawanagar Time

Leave a Comment