Nawanagar Time
ગુજરાત જામનગર

હાપા વિસ્તારમાં ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

diesel-suspected-to-be-caught-in-the-hapa-area

જામનગરના સખ્સના કબજામાંથી મળી આવ્યો જથ્થો, પંચ કોશી પોલીસે તપાસ હાથ ધરી

જામનગર:-જામનગરના લાખાબાવળ અને સચાણા ગામેથી સંકાસ્પદ ડીઝલના પકડાયેલ જથ્થા અંગેની તપાસ પૂર્ણ થાય તે પૂર્વે ગઈ કાલે હાપા વિસ્તારમાં જામનગરનો વધુ એક સખ્સ બીલ કે આધાર વગરના 390 લીટરના જથ્થા સાથે પકડાયો છે. એસઓજી  પોલીસે આ જથ્થો કબજે કરી સમગ્ર પ્રકરણ પંચ કોશી એ ડીવીજન પોલીસને સુપ્રત કર્યું છે.

જામનગર નજીક રાજકોટ રોડ પર હાપા વિસ્તારમાં મોટર કારના સો રૂમની સામે એક શખ્સ ડીઝલના જથ્થા સામે પસાર થવાનો હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા ઈરફાન અબ્બાસ જુણેજા નામના સખ્સને આંતરી લીધો હતો આ સખ્સના કબ્જા માંથી 390 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગેના બીલ કે કોઈ આધાર પુરાવા આરોપી પાસેથી નહિ મળતા એસઓજી પોલીસે આ સખ્સ અને ડીઝલના જથ્થાને પંચ કોશી એ ડીવીજન પોલીસને સુપ્રત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પંચ કોચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

અક્કલમઠ્ઠા કોન્ટ્રાક્ટરે કીર્તિ પાનથી મોદી સ્કૂલનો માર્ગ ખોદી નાખતાં રહેવાસીઓ કેદ

Nawanagar Time

દિગ્વિજય ગ્રામમાં સીસી રોડ કૌભાંડ મામલે જાગૃત નાગરિક લાલઘૂમ અને…

Nawanagar Time

એલટીસીનો ખોટો લાભ લેનારા શિક્ષકો પાસેથી 46 લાખની રીકવરીનો આદેશ

Nawanagar Time

Leave a Comment