Nawanagar Time
ગુજરાત જામનગર

સરકારી હોસ્પિટલમાં દિનદયાળ જન ઔષધી કેન્દ્ર બે દિવસથી બંધ!

dindayal-jan-arogya-center-in-government-hospital-closed-for-two-days

હજારો દર્દીઓને ખાવા પડતા ધક્કા

જામનગર:-જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં આવેલા પંડિત દિનદયાળ જન ઔષધી કેન્દ્ર છેલ્લા બે દિવસથી બંધ હોય હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે. સસ્તા ભાવે મળતી દવાઓ દર્દીઓને નાછૂટકે ખાનગી મેડીકલ સ્ટોરમાંથી મોંઘા ભાવે ખરીદવી પડે છે. ગરીબ દર્દીઓ માટે આર્શિવાદરૂપ એવા પંડિત દિનદયાળ જન ઔષધી કેન્દ્ર એટલે કે જેનરીક દવાના સ્ટોરમાં સસ્તા ભાવે દવાઓ મળતી હોય દર્દીઓને આર્થિક રાહત રહે છે. રાજ્યના અનેક જિલ્લાઓની સાથોસાથ આ જન ઔષધી કેન્દ્રની શરૂઆત શહેરની જી.જી. હોસ્પિટલમાં પણ કરવામાં આવી છે. જોકે દિનદયાળ જન ઔષધી કેન્દ્રની જ્યારથી શરૂઆત થઇ છે ત્યારથી આ કેન્દ્ર ચર્ચાનો વિષય રહી છે. અનેક વખત અસંખ્ય દવાઓ સ્ટોર ઉપર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને ધક્કા ખાવા પડતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે. જી.જી. હોસ્પિટલના પટાંગણમાં આવેલા પંડિત દિનદયાળ જનઔષધી કેન્દ્ર છેલ્લા બે દિવસથી બંધ હોય હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ કેન્દ્ર કયાં કારણોસર બંધ છે? તે હજુ જાણવા મળ્યું નથી પરંતુ સસ્તા ભાવે મળતી દવાઓનો આ સ્ટોર બંધ રહેતા હજારો દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

Related posts

ભાટિયાના ભાટવડિયામાં ભૂવાએ આચર્યું સગીરા ઉપર દુષ્કર્મ

Nawanagar Time

જામનગરમાં પાક નુકસાની અંગે સર્વે માટે નોડલ અધિકારી નિમાયા

Nawanagar Time

દરેડ જીઆઇડીસીમાં વીજ ચેકીંગ માટે 16 ટૂકડી ત્રાટકી

Nawanagar Time

Leave a Comment