Nawanagar Time
ગુજરાત

ઓખામાં મહિનામાં એક જ વખત પાણી વિતરણ! બજેટમાં પાણી માટે ખાસ જોગવાઇ

distribution-of-water-once-in-a-month-in-okha-special-provision-for-water-in-the-budget

ઓખા નગરપાલિકાનું પોણા અઢાર કરોડની પુરાંતવાળું બજેટ મંજુર : કરોડોની પુરાંત છતાં પાણી માટે નક્કર આયોજન ન કરાતાં લોકો પરેશાન

ઓખા : ઓખા નગરપાલિકાની અંદાજપત્ર અંગે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં  2019-20 નું રૂા. 17,76,91,819 નું પુરાંત દર્શાવતું કોઈપણ જાતના કરવેરાના વધારાના બોજ વગરનું વિકાસલક્ષી અંદાજપત્ર સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું. જો કે, આશ્ર્ચર્યની વાત તો એ છે કે, કરોડો રૂપિયાની પુરાંત હોવા છતાં ઓખાના શહેરીજનોને દર મહિને એક જ વખત પાણી વિતરણ કરવામાં આવે છે.

ઓખા નગરપાલિકાના અંદાજપત્રમાં જાહેર  વિગતો પ્રમાણે 2019-20માં ખૂલતી પુરાંત રૂા. 17,43,29,319 અને વર્ષ દરમિયાન અંદાજિત આવક રૂા. 41,78,53,500 મળી કુલ આવક રૂા. પ9,ર1,8ર,819 અંદાજવામાં આવી છે. તેની સામે વર્ષ ર019-ર0 માં રૂા. 41,44,92,000 નો ખર્ચ અંદાજવામાં આવતા રૂા. 17,76,91,819 ની પુરાંત રહેશે.

ઓખા નગરપાલિકા પ્રમુખ ચેતનભા માણેકે રજૂ કરેલા આ અંદાજપત્રને સર્વાનુમત્તે મંજુર  આવ્યું હતું. ચીફ ઓફિસર ચેતનભાઈ હડિયાના માર્ગદર્શન હેઠળ એકાઉન્ટ્સ વિભાગે બજેટ તૈયાર કર્યું હતું. રાજયના છેવાડાનો ઓખા-બેટ વિસ્તાર જાણે ગુજરાતની વિકાસ યોજનાઓથી બાકાત રહ્યો હોય તેમ હજુ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થા કે રાજય સંસ્થા દ્વારા ઓખા માટે પીવાના પાણીની કોઇ નક્કર યોજના કરી ન  શકતા હાલમાં ઓખાના લોકોને નળ  પાણીના મહિનામાં એક જ વખત દર્શન થાય છે.

સ્વર્ણિમ મુખ્યમંત્રી સડક યોજના 14 મું નાણા પંચ, યુડીપી 78 યોજનામાંથી રૂપિયા દસ કરોડની ગ્રાન્ટમાંથી ઓખા નગરપાલિકા વિસ્તારના ઓખા, બેટ, આરંભડા, સૂરજકરાડી વિસ્તારમાં સીમેન્ટ રોડ, છ બગીચા, નવા જોડાયેલા વિસ્તારોમાં પાણીની નળ લાઈન, ચોપાટી ડેવલપમેન્ટ, ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ, દ્વારકાને જોડતા તમામ  નવીનીકરણ થશે.

રૂપિયા પાંચ કરોડના ખર્ચે ઓખા નગરપાલિકા વિસ્તારના ત્રણ તળાવોનું બ્યુટીફિકેશન થશે. ઓખા અને બેટદ્વારકા વચ્ચે પાણીની એક્સપ્રેસ લાઈન નાંખવા માટે ઓખા ન.પા. પ્રમુખે પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરતા મંત્રી તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

જિલ્લા આયોજનની રૂપિયા 40 લાખની ગ્રાન્ટમાંથી બેટદ્વારકામાં પાંચ લાખ લીટરની ક્ષમતાવાળો પાણીનો  તથા એક લાખ લીટરનો ઓવરહેડ ટાંકો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બેટદ્વારકામાં પાણીની કાયમી સમસ્યા છે.

Related posts

સરદાર સરોવર ડેમ છલકાયો; 26 દરવાજા ખોલાયા

Nawanagar Time

લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધવા ખાસ ‘એપ’: મનસુખભાઈ રાબડિયા

Nawanagar Time

રાજ્યમાં ડિજિટલ સ્ટેમ્પિંગનો ઉપયોગ શરૂ, પ્રજા સાથે નહીં થાય કોઈ ચિટિંગ

Nawanagar Time

Leave a Comment