Nawanagar Time
ગુજરાત જામનગર

‘નવાનગર ટાઈમ’ સાથે જોડાઈ વિતરક બંધુઓ ખુશખુશાલ

distributor-brothers-joining-nawanagar-time-are-cheerful

સફળતાપૂર્વક એક માસની સફર પૂર્ણ થયાં બાદ વિતરક બંધુઓ સાથે યોજાયેલી બેઠકમાં ‘નવાનગર ટાઈમ’ને જન-જન સુધી પહોંચાડવાનો વાયદો

નવાનગર ટાઇમ:

જામનગર:-જામનગરમાં બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિ પંચની વાડીમાં ‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિકના મેનેજમેન્ટ અને વિતરક બંધુઓની એક મીટીંગ યોજાઇ  જેમાં ‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિક એ અનોખુ અખબાર છે. આજે શહેરની ચારે દિશામાં આ અખબાર લોકો વાંચી રહ્યાં છે અને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે શરૂઆતથી જ સાથ-સહકાર આપ્યો છે અને આગામી દિવસોમાં પણ અમે પુરેપુરો સાથ સહકાર આપતા રહીશું તેવું વિતરક બંધુઓએ જણાવ્યું હતું.

જામનગરમાં નવાનગર  સાંધ્ય દૈનિકની શરૂઆત થઇ ત્યારથી જ વિતરક બંધુઓએ અખબારને પુરેપુરો સાથ સહકાર આપવા કોલ આપ્યો હતો. આજે ‘નવાનગર ટાઇમ’ ચારે દિશામાં લોકો વાંચી રહ્યાં છે અને અખબાર વિતરકો પણ શહેરના છેવાડા સુધી અખબારને પહોંચાડી રહ્યાં છે. અખબારમાં આવતા સમાચાર અને ગુણવતા લોકોને આકર્ષી રહી છે. ‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિકમાં  નિષ્પક્ષ અને તટસ્થ સમાચારોથી આ અખબાર શહેરમાં છવાઇ ગયું છે. આજે ‘નવાનગર સાંધ્ય’ દૈનિક લેવા માટે લોકો રાહ જોઇને બેઠા હોય છે.

વિતરક બંધુઓ સાથેની મીટીંગમાં જામનગર ન્યુઝ પેપર મંડળના કે. પી. જાડેજાએ કહ્યું હતું કે, ‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિકને વિતરકોનો ખુબ સાથ સહકાર મળ્યો છે. આ એક અનોખું  છે. જે વાંચકોને આકર્ષી રહ્યું છે અને ખુબ જ સારૂ છે.  અખબારના સંચાલકોએ એક નવો ચિલો ચાતર્યો છે.

distributor-brothers-joining-nawanagar-time-are-cheerful
distributor-brothers-joining-nawanagar-time-are-cheerful

આ મીટીંગમાં જામનગર વિતરક મંડળના પ્રમુખ અશ્ર્વીનભાઇ મોદીએ કહ્યું હતું કે તમારો સાથ સહકાર પુરેપુરો મળતો રહેશે. અમે લોકોના ઘર, ઓફીસ સુધી અખબાર પહોંચાડવાનો પુરતો પ્રયત્ન કરીશું. આ મીટીંગમાં પ્રવિણભાઇ ગજેરાએ  હતું કે અખબાર વિતરકોએ ‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિકને શરૂઆતથી જ પુરેપુરો સાથ સહકાર આપ્યો છે અને આગામી સમયમાં પણ વિતરક બંધુઓ આ અખબારની સાથે ઉભા રહેશે.

distributor-brothers-joining-nawanagar-time-are-cheerful
distributor-brothers-joining-nawanagar-time-are-cheerful

‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિકના મેનેજર મિતલભાઇ મોદીએ કહ્યું હતું કે અમે લોકો માટે નિષ્પક્ષ સમાચારો પ્રસિધ્ધ કરીએ છીએ અને કરતાં રહીશું. આગામી સમયમાં  લવાજમ યોજના પણ આવશે. સંચાલકો સાથે યોજાયેલી વિતરક બંધુઓની મીટીંગમાં ‘નવાનગર ટાઇમ’ સાંધ્ય દૈનિકના મેનેજર મિતલભાઇ મોદી, સરકયુલેશન મેનેજર દસ્તગીરભાઇ શેખ તથા જામનગર ન્યુઝ પેપર મંડળના કે. પી. જાડેજા, જામનગર વિતરક મંડળના પ્રમુખ અશ્ર્વિનભાઇ મોદી, પ્રવિણભાઇ ગજેરા, રમેશભાઇ સોલંકી સહીત મોટી સંખ્યામાં વિતરક બંધુઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મીટીંગ  પ્રિતી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

જામનગરની જેલમાંથી કોરોનાકાળમાં જામીન મુક્ત થયેલા 20 કેદી અદ્રશ્ય: 8 ઝડપાયા

Nawanagar Time

જિલ્લાનાં 416માંથી 3 ગામને મોડેલ વિલેજ બનાવાશે, માપદંડ નક્કી

Nawanagar Time

લોકસભા- વિધાનસભા ચૂંટણીમાં વીવીપેટ સ્લીપની ફરજિયાત ગણતરી

Nawanagar Time

Leave a Comment