Nawanagar Time
ગુજરાત જામનગર

નૈતિકતાના મુલ્ય સાથે નિર્ભય મતદાન કરવા અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી રવિશંકર

district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality

જામનગર:-આજના યુગમાં મહિલાઓ નારીમાંથી નારાયણી બની રહી છે. આપણે આપણી દિકરીને તુલસી ક્યારો ગણી, ભણાવી-ગણાવી આગળ વધારવી જોઇએ ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા  ઉજવણીના ભાગરૂપે જામનગરની ધનવતરીના ઓડીટેરીયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સહ મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે આ તકે નૈતિકતાના મૂલ્ય સાથે નિર્ભય મતદાન કરવાની ટકોર કરી હતી.

આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, મહિલાઓ જાગૃત થઈ  પાડોશના મતદારોને મતદાન કરવા પ્રેરીત કરે તો જ ઊચું મતદાન શક્ય બનશે. આ તકે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અર્થે સહિ ઝુંબેશ અને લોકશાહી તેમજ ચુંટણીલક્ષી પ્રશ્ર્નોત્તરીનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિજેતાઓને ભેટ આપી બિરદાવ્યાં હતા અને તમામ ઉપસ્થિત લોકોને મતદાન કરવા તેમજ મતદાન માટે લોકોને જાગૃત કરવા  લેવડાવી હતી.

આ પ્રસંગે પ્રોબેશનરી કલેકટર મનિષ ગુરવાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવા, અને કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં જુદી-જુદી કોલેજોની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality
district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality
district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality
district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality
district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality
district-election-officer-ravishankar-appealed-to-make-a-fearless-vote-with-the-value-of-morality

Related posts

ફાયર એનઓસીનું ભૂત ધૂણ્યું: 526ને નોટિસ

Nawanagar Time

જામનગર જિલ્લા પંચાયતમાં જૂની કાર ધૂળ ખાય છે

Nawanagar Time

રાસ રમવાને વેલો આવજે રે… જામનગરમાં મન મૂકીને ઝૂમતા દિવ્યાંગ બાળકો

Nawanagar Time

Leave a Comment