Nawanagar Time
ગુજરાત જામનગર

પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલી રોકવા જિલ્લા પંચાયત પ્રમુખ મેદાને

district-panchayat-president-medanay-to-stop-the-change-of-primary-education-officer

દ્વારકા અને જામનગર જિલ્લામાં કડક કાર્યવાહી કરનાર શિક્ષણાધિકારી ડુમરાળિયાની બે માસમાં જ થતાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણીએ સરકારમાં કરી રજૂઆત

જામનગર:-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા માસની કામગીરી બાદ જામનગર જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી તરીકે નિમાયેલા અધિકારીની બે માસમાં બોટાદ બદલી થવા પામી છે જે સામે પંચાયત પ્રમુખે સચિવને પત્ર લખી અધિકારીની બદલી રોકવા ભલામણ કરી છે.

પ્રા. શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયાએ  જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી કેટલાક પેથી ગયેલા સરકારી શિક્ષકો સામે કડક પગલા લીધા બાદ ટૂંકાગાળામાં તેની બદલી જામનગર જિલ્લા પ્રા. શિ. અ. તરીકે કરાયા બાદ તેમણે ધ્રોલ તાલુકાની એક શાળામાંથી પાંચ શિક્ષકોને જામજોધપુર ટ્રાન્સફર કર્યા હતા તેમજ લાંબા સમયથી સરકારી નોકરીમાં વગર રિપોર્ટ ગેરહાજર અને નોટીસોના જવાબ નહી આપતા  શિક્ષકોને કાયમી ધોરણે ઘરભેગા કરવાનો હુકમ કરી શિક્ષણ વિભાગને દોડતું કરી દીધા બાદ તેની બદલી રાજ્યના અન્ય છ અધિકારીઓ સાથે કરવામાં આવ્યા પછી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન માધાણી દ્વારા શિક્ષણ વિભાગના અધિક સચિવને આવા સંનિષ્ઠ અધિકારીની બદલી સ્થગિત કરવા ભલામણ કરવામાં આી છે.

શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી  મુજબ ડાયરેકટ કલાસ વન અધિકારી તરીકે ભરતી થયેલા આ અધિકારી ડુમરાળિયાએ સ્વવિનંતીથી વતનના જિલ્લામાં બદલી  મેળવી છે. કારણ કે હવે તેનું ટૂંક સમયમાં પ્રમોશન આવે છે તેઓ વતનના જિલ્લામાં શિક્ષણ ઠીકઠાક કરવાની ખેવના ધરાવતા હોવાથી પોતે જ બદલી માંગી છે. જી. પ્રા. શિ. અ.ની બદલીએ જિલ્લા પંચાયતમાં ચર્ચા જગાવી છે.

Related posts

ચાલુ હાલતમાં હોવા છતાં ડીડીઓ, પ્રમુખ માટે નવી ઈનોવા કાર ખરીદાઈ

Nawanagar Time

ગેરકાયદે હોર્ડિંગ્સની રૂા. 30 લાખની વસુલાતમાં માંડવાલી?

Nawanagar Time

ખાનગી પેઢીના કર્મચારીને લૂંટી લેનારા શખ્સોને પકડી પાડતી પોલીસ

Nawanagar Time

Leave a Comment