Nawanagar Time
ગુજરાત જામનગર

વાણિયા-વાગડિયા ડેમ મુદ્દે પ્રશ્ર્નો ઉઠાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ

district-panchayat-president-raising-questions-on-the-vania-wagada-dam-issue

ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પ્રમુખ એક્ટિવ થયા: દબાણો દૂર કરવા મામલે પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા

જામનગર:-જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ધીમે ધીમે સંકલન અને ફરિયાદમાં પ્રશ્ર્નો બાબતે એકટીવ થવા લાગ્યા છે સામાન્ય રીતે દરેક મિટીંગોમાં નીરીક્ષણનો આગ્રહ રાખતા પ્રમુખએ એક જ મિટીંગમાં બે ગંભીર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા જેમાં દબાણ દૂર કરવા બાબત  અને ડેમનું કામ તાકીદે પુર્ણ કરવાની રજૂઆત હતી.

જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામે પીવાના પાણીના સ્ત્રોત બાબતનો વિવાદનો નિકાલ કરવા તેમજ નદીની સામે બાજુના દબાણ દૂર કરવા જણાવ્યુ હતું જેના પ્રત્યુતરમાં જામજોધપુર મામલતદારે જણાવ્યું હતું કે ઓરિયાની મંજુરી તાલુકા વિકાસ અધીકારી જામજોધપુર દ્વારા આપવામાં આવી છે તેમજ દબાણ દૂર  માટે પણ તાલુકા વિકાસ અધીકારીને જણાવ્યું છે જે ધરતી કાર્યવાહી કરશે. જોકે દબાણ હટાવવા માટે અમુક કિસ્સામાં જ ઝડપ થાય છે બાકી કેસોમાં સરકારી રાહે પ્રકરણો ચાલે અને ફરિયાદ કરનાર-રજૂઆત કરનાર ભુલી પણ જાય અથવા એક યા બીજા પ્રકારે તેમને ભુલવાડી દેવાય તેવી પ્રેકટીસ પણ નિયમીત ચાલે છે. નહી  દબાણ રજીસ્ટર રેવન્યુનું ઘણું લાંબુ છે અને પંચાયતનું તો અપડેટ જ થતુ નથી…!!

ઉપરાંત ઊંડ જળ સિંચન વિભાગને વાગડિયા ગામે ડેમનું કામ તાકીદે પુર્ણ કરવા જણાવ્યું હતું તેના પ્રત્યુતરમાં જણાવાયુ છે કે વાગડિયા યોજનાના મુખ્યબંધ, માટી બંધ તથા હેડ રેગ્યુલેટરનું કામ 2005થી શરૂ કરીને વર્ષ 2008માં મહત્તમમાં મહત્તમ કામ  કરવામાં આવેલ છે. પરંતુ અંશત: કુલમાં જતા વાગડિયા ગામના પુન: વસવાટ તથા ડેમ શીટમાં આવતી જમીન સંપાદનમાં બાકી રહેતા પ્રશ્ર્નોના કારણે સ્પીલવેમાં 28.50 મીટર ગેપ રાખવામાં આવેલ છે.

હાલમાં શુકલી બ્રીજ તથા પ્રોટેકશન વોલનું કામ પ્રગતિમાં છે અને રીમેઇનીંગ વર્ક ઓફ સ્વીલવે એન્ડ અર્ધન ડેમના કામના વર્ક ઓર્ડર આપી  છે તથા યોજનાની નીચવાસમાં આવતા સબમર્જ બ્રીજના બાંધકામનું કામ સ્પીલવે ગેપનું કામ પુર્ણ થયા બાદ કરાવવાનું થાય છે જેની તાંત્રીક મંજુરી મળી ગયેલ છે. બાકી રહેતા કામો આશરે વર્ષ 2019 સુધીમાં પુર્ણ કરવાનું આયોજન છે. આમ, તંત્રએ વધુ એક આશા જગાવી છે.

પૂછો તો કો’ક પૂછે…. બોલે એના બોર

સામાનય રીતે તમામ ધારાસભ્યો, તમામ જિલ્લા પંચાયત પ્રમુખો આ મીની વિધાનસભા સમાન ગણાવી જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની મીટીંગમાં પ્રશ્ર્નો ઉઠાવતા હોતા નથી, પ્રશ્ર્નોના ઉત્તરમાં પુરક પ્રશ્ર્ન કે પેટા પ્રશ્ર્ન ઉઠાવતા હોતા નથી. વ્યાપક જનહિત માટેના પ્રશ્ર્નો ઉઠાવવા જરૂરી હોય છે પરંતુ ખુબ ઓછા ધારાસભ્ય આ અંગે નિયમીત અભ્યાસ  પ્રશ્ર્નોતરી કરે છે ઘણી વખત તંત્રને મુંઝવી પણ દે છે જોકે ડ્રાફટીંગમાં માહિર તંત્ર જવાબ આપવામાં એવી કાળજી રાખે છે કે ફીકસમાં મુકાઇ ન જવાય. એકંદર પ્રશ્ર્ન પુછો તો કો’ક પુછે, બોલે એના બોર વેચાય નહી તો અમુક જડ તંત્રમાં ચેતન આવતુ નથી.

Related posts

વાલસુરાના જવાનોએ લદ્દાખમાં સાયકલયાત્રા કરીને 6 શિખર સર કર્યા

Nawanagar Time

રાજ્યમાં 1660 નોટરી નિમાશે

Nawanagar Time

દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીના સરપ્રાઇઝ ચેકિંગથી ખાનગી શાળાઓમાં ફફડાટ

Nawanagar Time

Leave a Comment