Nawanagar Time
ગુજરાત જામનગર

બર્ધન ચોક લાઠીચાર્જ મામલે અંતે પીએસઆઈની બદલી કરતા જિલ્લા પોલીસવડા

district-police-in-place-of-transplanting-psi-at-bardhan-chowk-lathicharga-case

જિલ્લા પોલીસવડાએ કુનેહપૂર્વક  શાંત પાડ્યો :  પી.એસ.આઇ. ગળચરની દિગ્વીજય પ્લોટ ચોકીમાં બદલી : ટ્રાફિકને નડતરરૂપ પાથરણાવાળાઓને હટાવવાની ખાત્રી મળતાં વેપારીઓ ખુશખુશાલ

જામનગર:-જામનગર બર્ધન ચોક-સિંધી માર્કેટના વેપારીઓ પર અમાનુષી ત્રાસ ગુજારી, શાંતિ પૂર્વક ન્યાય માંગવા પોલીસ દફતર ગયેલા ટોળા પર પોલીસે લાઠી ચાર્જ કરતા છેલા બે દિવસથી બર્ધનચોક વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી  નિર્માણ પામી છે. વેપારીઓએ  પોલીસ દમનના વિરોધમાં સતત કાર્યક્રમો આપવા કરાયેલા નિર્ણયના પગલે જીલ્લા પોલીસ વડાએ પરિસ્થિતિને પામી જઈ, જે પીએસઆઈના કારણે શાંતિ ભંગ થઇ હતી તે પી.એસ.આઇ.ની બદલી કરી ટ્રાફિક માટે નડતરરૂપ પથારાવાળાઓને દૂર કરવાની ખાતરી આપી જિલ્લા પોલીસવડા શરદ સિંઘલએ કુનેહ પૂર્વક મામલે થાળે પાડ્યો છે.

બે  પૂર્વે જામનગરમાં બર્ધન ચોક – સિંધી માર્કેટના વેપારીઓ પથારાવાળાઓના ત્રાસ અને વાહન ટોઈંગ મુદ્દે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક વેપારીને પોલીસે અટકાયત કરી લઇ પોલીસ દફતર લઇ આવી સખ્ત માર મારતા વેપારીઓનું ટોળું પોલીસ દફતર પહોચ્યુ હતું. પોલીસ દફતર બહાર એકત્ર થયેલ ટોળાએ વેપારીને તુરંત છોડી  માંગણી સાથે રામધૂન શરુ કરી હતી. સમી સાંજે થયેલ ઘર્ષણને લઈને વેપારીઓ પોલીસ દફતર પહોચ્યા છે તેની જાણ થતાં બર્ધન ચોક વિસ્તારના બાકી રહેતા વેપારીઓ પણ દરબારગઢ પોલીસ દફતર સામે પહોચી ગયા હતા. વેપારીઓએ પોલીસ દમનનો વિરોધ કરવા રામ ધૂન શરુ કરી અડીંગો જમાવી દેતા પોલીસ માટે સાપે છછુંદર  જેવી સ્થિત થવા પામી હતી. વેપારીઓ વધુ વિરોધ કરે તે પૂર્વે પોલીસે જ કાયદો હાથમાં લઇ પોલીસ દફતરમાંથી નીકળેલ પોલીસ જવાનોએ આડેધડ લાઠી ચાર્જ કરી વેપારીઓ પર વધુ એક વખત દમન શરુ કર્યું, દરબારગઢ પોલીસ દફતરથી શરુ થયેલ પોલીસ દમન છેક બર્ધન ચોક સુધી પહોચ્યું હતું. પોલીસની લાઠીઓથી બચવા  ભાગેલા વેપારીઓ સિંધી બજારમાં ઘુસ્યા ત્યાં પણ પોલીસે પહોચી લાઠીઓ વરસાવી હતી. પોલીસ કાર્યવાહીની વિગતો પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થઇ જતા જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો દરબારગઢ પોલીસ દફતર પહોચ્યો હતો. જ્યાં વેપારીઓ અને પોલીસ વચ્ચે વધુ એક વખત મંત્રણા થઇ હતી જેમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું. એસપીએ તાત્કાલિક  કાર્યવાહીની તપાસ ડીવાયએસપી જાડેજાને સોંપી, બર્ધન ચોકની સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી હતી.

બીજીતરફ બર્ધનચોક વિવાદને શાંત પાડવા જિલ્લા પોલીસવડા દ્વારા તપાસ રિપોર્ટ બાદ દરબારગઢ ચોકીના પી.એસ.આઇ. એ.એસ.ગળચરને દિગ્વીજય પ્લોટ ચોકીમાં બદલી કરી દેવામાં આવી છે. દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકીના વસાવાને દરબાર ગઢ ચોકીમાં મુકવામાં આવ્યા છે.

આ ઘટનાને બીજા  જ સિંધી માર્કેટ વેપારી એસો.એ તાત્કાલિક મીટીંગ બોલાવી આગળની રણનીતિ ઘડી કાઢવા ચર્ચા-વિચારણા કરવામાં આવી, પોલીસ દમનના વિરોધમાં રાજ્યભરના અને રાજ્યબહારના સિંધી વેપારીઓએ જામનગર આવી વિરોધ કરવાની તૈયારી બતાવી હતી. આ સમગ્ર ગતિવિધિની ફરી વખત પોલીસને જાણ થતાં તુરંત વેપારી આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પીએસઆઈ દ્વારા દમન  આવ્યો છે તે પીએસઆઈ સામે તાત્કાલીક કાર્યવાહીની વેપારીઓએ માંગણી કરી અને બર્ધન ચોક-સિંધી માર્કેટમાં જાહેર માર્ગ પરના પથારાવાળા અને રેકડીધારકોના દુષણના નિરાકરણની રજૂઆત દોહરાવી હતી. લોકસભા ચૂંટણી વખતે જ પોલીસે કરેલ પોલીસગીરીને લઈને પોલીસ પણ વિસામણમાં હતી કે આ ઉકળતા ચરુને કઈ રીતે શાંત પાડી શકાય? જો કે અંતે  વડા શરદ સિંઘલએ દરબારગઢ પોલીસ દફતરના પીએસઆઈની બદલી અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા બર્ધન ચોકનો વિવાદ શાંત પડ્યો છે અને વેપારીઓ ખુશખુશાલ બન્યા છે.

Related posts

સરકારી વસાહતમાં લીલનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત

Nawanagar Time

પ્રાચીન શેરી ગરબા માટે ભકતો સજ્જ

Nawanagar Time

બેડી બંદરે નોકરી કરતા મિત્રએ મિત્રની સાથે આચરી ઓનલાઈન છેતરપીંડી

Nawanagar Time

Leave a Comment