Nawanagar Time
ગુજરાત જામનગર

પોલીસની સાથે ખડે પગે રહેતાં જિલ્લાના 839 હોમગાર્ડઝ

districts-839-homeguards-is-stand-with-the-police

નવી ભરતીની પ્રક્રિયા શરૂ હોઇ વધુ 300 ટુંક સમયમાં ઉમેરાશે

જામનગર-જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ માટે હોમગાર્ડઝ જવાનો પણ મદદરૂપ બની રહ્યાં છે.  839 હોમગાર્ડઝ ખડેપગે છે અને હજુ નવી ભરતીની પ્રક્રિયા શરૂ હોઇ વધુ 300 ટુંક સમયમાં ઉમેરાશે.

જામનગર શહેરમાં 363, જામજોધપુરમાં 31, કાલાવડમાં 95, જોડીયામાં 60, વંથલીમાં 49, અલીયાબાડામાં 27, લાલપુરમાં 51, ધ્રોલમાં 50, સિકકામાં 58, ધ્રાફામાં 5, ગોપમાં 48, જિલ્લા કચેરીએ ર ફરજમાં રહે છે.જિલ્લા હોમગાર્ડઝ કચેરી, (જિ.પં.પાસે)ને પોલીસ  દ્વારા સમગ્ર ડીમાન્ડ આવતી હોય છે. ત્યાંથી તાલુકા કક્ષાએ જરૂરી સુચનાઓ આપી હોમગાર્ડઝ ફાળવણી થાય છે અને શહેર વિભાગની લાલબંગલા સ્થિત કચેરીને સીટીમાં જરૂરી બંદોબસ્ત માટે જવાન ફાળવવાની જરૂરીયાત મોકલવામાં આવતી હોય છે.

હોમગાર્ડઝ જવાનને એક દિવસનું વેતન રૂા.300 અને રૂા.4 વોશીંગ ભથ્થું મળે છે. જિલ્લા હેડ સુરેશ ભીંડી  સીટી હેડ રાજુ પાણખાણીયાના જણાવ્યા પ્રમાણે હાલના સમયમાં હોમગાર્ડઝની ડીમાન્ડ વધતી જાય છે અને જવાનોને જે રીતે તાલીમ અપાય છે તે રીતે તેઓ તેમની બેસ્ટ સર્વિસીઝ ડીલીવર કરે છે અને પ્રશંસનીય તેમજ પ્રેરક રીતે બહેનો પણ હોમગાર્ડઝ જોડાય છે. ટ્રાફીક વ્યવસ્થા કોર્ટ બંદોબસ્ત, સરકારી કચેરી બંદોબસ્ત, સરકારી મિલ્કત બંદોબસ્ત,  સતા વગેરે વખતે ઉપરાંત નાઇટ ડયુટી વગેરે સહિતની જવાબદારીઓ હોમગાર્ડઝ જવાનો નિભાવતા હોય છે. ત્યારે હોમગાર્ડઝએ જવાનોને તેમની ફરજમાં નાગરીકો પુરતો સહયોગ આપતા રહે પ્રોત્સાહીત કરતાં રહે તે આવકાર્ય છે.

જામનગર જિલ્લામાં પોલીસની કામગીરીની માફક હોમગાર્ડઝના જવાનો પણ સતત ખડેપગે જોવા મળે છે. અલબત પોલીસ જેટલું મહત્વ તેમનું આકવામાં  આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે. હાલ જિલ્લામાં 839 જેટલા હોમગાર્ડસ જવાનો પોલીસની સાથે કદમ થી કદમ મીલાવી જવાબદારી નિભાવતા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

Related posts

રાહત: જામનગર કોવિડ હૉસ્પિટલના છ વૉર્ડ બંધ

Nawanagar Time

જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસના જયંતિભાઈને જીતનો કોલ આપતો દલિત સમાજ

Nawanagar Time

બાયોડીઝલમાં ભેળસેળ ખૂલતાં ચાર પંપ સીલ, પુરવઠાનો સપાટો

Nawanagar Time

Leave a Comment